સુરત:રાજય ના યુવાનોમાં જન્મદિવસની ઉજવણીમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે જન્મદિવસ પર જાહેર રસ્તાઓ, સ્થળો પર જઈ વાહનો ગોઠવી આતશબાજી કરી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. વારંવાર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી છતાં યુવાનો સુધરતાં નથી, આ પ્રકારની વધુ એક ઉજવણી સુરતમાં બનતા પોલીસે બરોબર પાઠ ભણાવ્યો હતો.
સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીજે સાથે યુવકોએ જાણે બાઈક રેલી યોજી હોય તેમ નીકળ્યા હતા તેમજ રીક્ષા ઉપર એક યુવક બેસેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફટાકડા ફોડી અને 10 જેટલી જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.