સુરત:આજે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જાય છે. ત્યારે આવા અપરાધીઓને પોલીસ કે કાયદાનો ભય ન હોય એમ જણાય છે. કોલકાતાની ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના, તાજેતરમાં બનેલી વડોદરામાં બનેલી સગીરા સાથે ગેંગરેપની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે સુરતના જૂના કોસંબામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક 35 વર્ષીય આરોપી પર દુષ્કર્મનો આરોપ છે.
સગીરા પર દુષ્કર્મનો આરોપ: કોસંબા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જૂના કોસંબા ખાતે ઘરકામ કરવા આવેલી સગીરા પર 35 વર્ષીય આરોપીએ દુષ્કર્મ કર્યાનો આરોપ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. આ મામલે કોસંબા પોલીસ સ્ટેશને આ બાબતે ગુન્હો નોંધાયો હતો. જે આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે (ETV BHARAT GUJARAT) ઘરકામ કરતી સગીરા પર દુષ્કર્મ: પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ કોસંબા પોલીસની હદમાં આવેલા જૂના કોસંબા ખાતે સગીરા ઘરકામ કરવા માટે ગઇ હતી. ત્યારે તે ઘરના માલિકના ભાઇ સલીમ અયુબ મલેકે ઘરમાં આવીને સગીરા પર દુષ્કર્મ કર્યા હોવાનું ખુલ્યું હતું અને સગીરાને જાનથી મારી નાખવાનો આરોપ પણ છે. આ ઉપરાંત આરોપીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને સગીરા પર દુષ્કર્મ આચરતા આરોપીની ભાભી જોઇ ગઇ હતી. જેની સામે આરોપીએ સગીરાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે (ETV BHARAT GUJARAT) સગીરાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી: આ વિરુદ્ધ સગીરાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મળતા જ પોલીસે આરોપી સલીમ અયુબ મલેક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો:
- આખરે નરાધમો ઝડપાયા, વડોદરાના ભાયલી ગેંગરેપની ઘટનામાં ત્રણ આરોપી પોલીસની પકડમાં
- વધુ એક દુષ્કર્મની ઘટના ! નવસારીમાં એક યુવતી પર યુવકે નામ બદલીને દુષ્કર્મ કર્યાનો આરોપ