રાજકોટ: ગોંડલ શહેરના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હનીટ્રેપના ગુનાનો ગણતરીની કલાકોમાં LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. આ બનાવમાં પોલીસે એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓ પાસેથી રોકડ સહિત રૂ. 21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની એક મહિલાએ મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા.
હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર એક મહિલા સહિત પાંચને પોલીસે દબોચ્યા - honeytrap case - HONEYTRAP CASE
સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે, ત્યારે મોરબીમાં રહેતા અને સિરામીક કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા એક વ્યક્તિ પણ હનીટ્રેપમાં ફસાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હનીટ્રેપમાં ફસાવીને લોકો પાસેથી પૈસા પડાવનાર વધુ એક ગેંગ ઝડપાઈ છે. કોણ છે આ આરોપીઓ અને કેવી રીતે પાથરી હતી હનીટ્રેપની જાળ ? જાણો વિસ્તૃત સમાચાર અહીં...
Published : Mar 24, 2024, 7:04 PM IST
|Updated : Mar 24, 2024, 8:21 PM IST
બળાત્કારની ખોટી ફરિયાદમાં ફસાવી પૈસા માગ્યા: મોરબીમાં રહેતા અને સીરામીક કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા ભરતભાઈ ભીખાભાઇ કારોલીયાને એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો અને મહિલાએ ભરતભાઇ સાથે ફોનમાં વાત કરીને મીત્રતા કેળવી હતી. આ મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. જેમાં મહિલાએ ભરતને પ્રેમજાળમાં ફસાવી કાગવડ ખોડલધામ ખાતે મળવા બોલાવ્યા હતા. ભરતભાઈ આ મહિલાને મળવા આવ્યા બાદ તેમને એક કારમાં લઇ જવામાં આવ્યા હતાં. દરમિયાન ગાડીમાં પાછળથી અન્ય ચાર અજાણ્યા માણસો પણ આવી પહોંચ્યા હતા અને તેમણે ભરતને ગાળો આપી, ઢીકાપાટુંનો માર માર્યો હતો અને આ મહિલા પાસે બળાત્કારની ખોટી ફરીયાદ કરાવવાની ધમકી આપી હતી. આ ધમકીઓ બાદ આ ચીટર ટોળકીએ 35 લાખની માગણી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ અંતે ટોળકીએ રૂ.23,50,000 જેટલી રકમ બળજબરીથી પડાવી લીધી હતી. આ ઘટના ગત .4 માર્ચ 2024ની છે. આ બાબતે ભોગ બનાનાર ભરતે કારોલીયાએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇ.પી.કો. કલમ-388, 323, 342, 504, 506(2), 120(બી) મુજબનો ગુનો નોંધીને તાત્કાલિક ગુનાની તપાસ હાથ ધરી હતી.
પોલીસે મહિલા સહિત 5 આરોપીને ઝડપ્યા: રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ આદરી હતી. આ ગુનામાં સંડોવાયેલ હરેશ નાનજીભાઈ વાળા, શૈલેશગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ, અતિત રાજરતનભાઇ વર્ધન, વિક્રમ ઉર્ફે વીરા લીંબાભાઇ તરગટા સહિત એક મહિલા મળીને કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 18 લાખ 46,600 સહિત મોબાઇલ ફોન નંગ-6, ફોર વ્હીલ કાર, સહિત કુલ રૂકુલ 21 લાખ 76,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.