ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં 30 વર્ષીય પોલીસકર્મીએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, મૃતક મૂળ સુરેન્દ્રનગરના વતની - Vapi Police Constable suicide

વાપી GIDC ગુંજન વિસ્તારમાં સ્થિત પોલીસલાઇન ક્વાર્ટર્સમાં એક પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયાએ આજે સોમવારે આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 6:49 PM IST

30 વર્ષીય પોલીસકર્મીએ આત્મહત્યા કરી
30 વર્ષીય પોલીસકર્મીએ આત્મહત્યા કરી (ETV Bharat Desk)

30 વર્ષીય પોલીસકર્મીએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું (ETV Bharat Desk)

વાપી : વાપી GIDC ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસલાઇન એક પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયાએ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલો સામે આવતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પોલીસકર્મીએ કર્યો આપઘાત :વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરીયા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાની પત્ની સાથે વાપી GIDC ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસલાઇન ક્વાર્ટર્સના રૂમ નંબર 15 માં રહેતા હતા. વેકેશન હોવાથી તેમના પત્ની વતનમાં ગયા હતા. સોમવારે પોલીસકર્મીએ રસોડામાં છત પર લાગેલા પંખાના હૂકમાં નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ તપાસ :આ ઘટનાની જાણકારી વાપી GIDC પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને મૃતકના પિતાને ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ તેમના પરિવારજનો પણ સુરેન્દ્રનગરથી વાપી આવવા નીકળ્યા હતા. મૃતક મનીષ મહેરીયાના મૃતદેહને PM માટે રવાના કરવા સાથે મૃતકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પોલીસકર્મી :વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ લાઈનમાં રહેતા 30 વર્ષીય મનીષ સોમાભાઈ મહેરિયા વર્ષ 2016માં પોલીસ વિભાગમાં ભરતી થયા હતા. પ્રથમ વાપી GIDC ત્યાર બાદ વલસાડ સીટી પોલીસ મથકે કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા હતા. જેઓએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

આત્મહત્યાનું કારણ અકબંધ : મળતી વિગતો મુજબ મૃતક મનીષભાઈના રૂમમાંથી કે મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળ્યા નથી. અધિકારીઓએ કરેલી પ્રાથમિક પૂછપરછમાં મનીષભાઈના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેમને બાળકો થતા ન હોવાથી દવા પણ ચાલી રહી હતી. થોડા સમયથી તે ચિંતામાં હોવાનો પરિવારના સભ્યો અને મિત્રોએ જણાવ્યું હતું. આ અંગે વાપી GIDC પોલીસ મથકે AD ની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

  1. પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ પર જતા કોન્સ્ટેબલનો થયો અકસ્માત, કોન્સ્ટેબલનું સારવાર દરમ્યાન થયું મોત
  2. રેત માફિયાઓએ મધ્યપ્રદેશના શહડોલમાં ASIને ટ્રેક્ટર વડે કચડી નાખતા ASIનું ઘટનાસ્થળે જ મોત

ABOUT THE AUTHOR

...view details