આરોપી પકડવા ટીમો બનાવી સર્ચ હાથ ધરાયું હતું (ETV Bharat) સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનાર આરોપીએ બિલ્ડિંગમાં રહેતી ત્રણ માસુમ બાળકી સાથે શારીરિક છેડતી કરી હતી. સોસાયટીમાં જ રહેતી ત્રણ નાની બાળકીઓ પર વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડએ દાનત વગાડી હતી. બાળકીઓએ આ સમગ્ર મામલે પરિવારજનોને જાણ કરી હતી ત્યારબાદ પરિવારના સભ્યોએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સિક્યુરિટી ગાર્ડની ધરપકડ : ફરિયાદ અંગે જાણ થતા સિક્યુરિટી ગાર્ડ જ ઘર છોડીને નાસી ગયો હતો. આરોપીએ એક બાળકીના કપડા ઉતારી નાખી લાજ લેવાની કોશિશ પણ કરી હતી જેથી બાળકીએ બુમાબૂમ કરતા ભાંડો ફૂટ્યો હતો. આખરે પોલીસે પચાસ વર્ષે વિજય હિંગોળે નામના આરોપીની શોધખોળ કરી ધરપકડ કરી છે.
આરોપી નાસી ગયો હતો. ગુનો બાળ અત્યાચારના હોવાના કારણે તાત્કાલિક આઇપીસીની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી, સાથે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી મૂળ વિજય હિંગડે મહારાષ્ટ્રના અકોલાનો વતની હોઇ તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી. અન્ય ટીમો લોકલ પાંડેસરા વિસ્તારમાં આરોપીની તપાસ કરવામાં લગાડવામાં હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી 50 વર્ષનો છે અને વોચમેન તરીકે કામ કરતો હતો...વિજય મલ્હોત્રા (એસીપી, સુરત શહેર પોલીસ )
અલગ અલગ ટીમો બનાવી સર્ચ : આ સમગ્ર મામલે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, 9 મે 2024 ના રોજ એક ફરિયાદી બેને પાંડેસરા પોલીસ મથકમાં પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમની બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોની બે સાત વર્ષીય અને છ વર્ષીય દીકરીને શારીરિક અડપલા કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. વિજય હિંગોળે નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું અને રૂમ પાર્ટનર પાસે વિડીયો બનાવ્યો, બંને આરોપીઓની ધરપકડ થઈ - SURAT CRIME
- Ahmedabad Crime News: પોકસો એક્ટ હેઠળ આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ