નર્મદા :આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્ત કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર પટેલનું સન્માન કર્યા પછી પીએમ મોદીએ એકતા શપથ લેવડાવ્યા અને કેવડિયાના પરેડ ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં હાજરી આપી હતી.
'રાષ્ટ્રીય એકતા દિવસ' :વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, સરદાર પટેલનું કાર્ય ભાવિ પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરતા કહ્યું, "ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારા વંદન. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે"