નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ભૂતપૂર્વ મેયર મુકુલ શાહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત અને સંબોધન કર્યું હતું. જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી મુકુલ શાહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ડો. મુકુલ શાહના અવસાનથી દુઃખ થયું. અમદાવાદના મેયર તરીકે શહેરના વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસો માટે તેઓને હંમેશા યાદ રાખવામાં આવશે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥
ગાયનેકોલોજિસ્ટની તાલીમ પામેલા ડો. મુકુલ શાહ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત હતા. તેઓએ વર્ષ 1992-1993 દરમિયાન અમદાવાદના મેયર તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ 2012 થી 2014 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થયા હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના 7 મા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સંબોધન પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
- PPC 2024: આજે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા', PM વિદ્યાર્થીઓને આપશે સફળતાનો મંત્ર
- Filmfare Awards: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અપાર સંભાવનાઓ, ફિલ્મ ફેર પુરસ્કારમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન