અમદાવાદ: ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), જે 1970માં સ્થપાયેલ સૌથી જૂનું પ્લાસ્ટિક એસોસિએશન છે. જેમાં 3500થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. આ સાથે તેમના દ્વારા પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી આવૃત્તિની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 1979માં સ્થપાયેલ, પ્લેક્સપોઈન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર તરીકે ગુજરાત, મધ્ય ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક મુખ્ય ઇવેન્ટ બની છે. આ ઇવેન્ટમાં આજે મુખ્ય ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સ એ મજબૂત હાજરી અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
GSPMA 1970માં સ્થપાયેલ સૌથી જૂનું પ્લાસ્ટિક એસોસિએશન (Etv Bharat Gujarat) ઔદ્યોગિક સહસિકોએ આપી હાજરી:પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશનની આજે અમદાવાદની હયાત રેજન્સી હોટેલ ખાતે લોન્ચ કરવાની જાહેરાત કરતાં GSPMAને આનંદ થયો છે. આ કાર્યક્રમમાં 300થી વધુ ઔદ્યોગિક સહસિકોએ હાજરી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આગામી એક્ઝિબિશન 6 થી 9 ડિસેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં 300થી વધુ ઔદ્યોગિક સહસિકોએ હાજરી આપી હતી (Etv Bharat Gujarat) આ સમારોહમાં પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશનના (પ્રેસિડેન્ટ, રવીશ કામથ, GSPMAના પ્રેસિડેન્ટ ભરત પટેલ, પ્લેક્સપોઈન્ડિયાના ચેરમેન વજુભાઈ વઘાસિયા, પ્લેક્સપોઈન્ડિયાના સેક્રેટરી શૈલેષ પટેલ, પ્લેક્સપોઈન્ડિયાના માર્કેટિંગ કોમ્યુનિટી ચેરમેન પંકજ જૈન તેમજ પ્લેક્સપોઈન્ડિયા ફાઉન્ડેશનના ઈમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ જિગીશ દોષી ઉપસ્થિત રહ્યાં હતા.
ઉદ્યોગની હાજરીને મજબૂત કરવાની એક તક: આગામી મહિનાઓમાં પ્લેક્સપોઈન્ડિયાને મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો અને શહેરોમાં પ્રમોટ કરવામાં આવશે. સર્જનાત્મકતા વધારવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ઉદ્યોગની હાજરીને મજબૂત કરવાની આ એક તક તરીકે ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સને એક્સ્પોમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે.
- 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024નો 3જો દિવસ, ખેરાલુમાં માહિતી નિયામક ઉપસ્થિત - Shalapravesotsav 3rd Day
- કોણ બનશે... ગુજરાત ભાજપના "કેપ્ટન", પૂર્ણેશ મોદીનું નામ રેસમાં સૌથી આગળ - executive meeting of the state BJP