ગુજરાત

gujarat

ETV Bharat / state

Pigs : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ભૂંડો આટાંફેરા મારતા નજરે પડ્યાં, એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી - Pigs

બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં 5થી વધુ ભૂંડ ફરતા જોવા મળી રહ્યાં છે.

Pigs : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ભૂંડો આટાંફેરા મારતા નજરે પડ્યાં, એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી
Pigs : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ભૂંડો આટાંફેરા મારતા નજરે પડ્યાં, એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 2:03 PM IST

એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી

સુરત : બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં એકબે નહીં પરંતુ 5થી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યાં હતાં આ પહેલા પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બફેલો હિટ જેવી ઘટનાઓ બની ચુકી છે. તાજેતરમાં રનવે પર એક ટ્રક સાથે પ્લેન અથડાયું હતું. આમ છતાં એરપોર્ટ ઓથોરિટી આ બધામાંથી બોધપાઠ લેતી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી : વિમાનો ઉપરાંત સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરો એરપોર્ટ પરિસરમાં અનેક ભૂંડોને જોઈને ચોંકી ગયા છે. છેલ્લા ઘણા સમયથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભૂંડોનો ત્રાસ વધ્યો છે. એરપોર્ટ પરિસરમાં અનેક ભુંડોનો જમાવડો જોવા મળે છે. જેના કારણે ત્યાં આવનાર યાત્રીઓ પણ હેરાન થઈ રહ્યા છે. હાલ પાંચથી વધુ ભૂંડો એરપોર્ટમાં યાત્રીઓને જોવા મળ્યા છે. જેના કારણે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે અગાઉ પણ સુરત એરપોર્ટ પર જ્યારે બફેલો હીટ જેવી ઘટના બની હતી ત્યારે પણ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી ચૂકી છે ત્યારે પરિસર ની અંદર આટલા ભૂંડ દેખાતા ભૂતકાળથી અધિકારીઓએ કોઈ શીખ ન લીધી હોય તેવું યાત્રીઓ કહી રહ્યા છે.

નજીકમાં ખેતર છે :જોકે આ સમગ્ર મામલે એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલે પાલિકા સહિત અન્ય વિભાગને જાણકારી કરવામાં આવી છે, નજીકમાં ખેતર વિસ્તાર છે જેના કારણે નજીકથી જ આ ભૂંડો એરપોર્ટમાં આવી જતા હોય છે. આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ થઈ જશે.

મુસાફરોને હાલાકી : યાત્રી સાથે આવેલા તેમના પરિવારના સભ્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે અમે જ્યારે મારા સંબંધીને છોડવા માટે એરપોર્ટ પહોંચ્યાં હતાં ત્યારે અચાનક જ ત્યાં ભૂંડો જોવા મળ્યાં હતાં. જ્યારે વાત સુરતની કરવામાં આવે તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તેમ છતાં આવી સમસ્યાના કારણે મુસાફરોને હાલાકી થાય છે.

  1. Pig Eating Grain: સરકારી અનાજના ગોડાઉનમાં ભૂંડ અનાજ આરોગતા હોવાનો વીડિયો વાયરલ
  2. Patan Crime: ભૂંડ પકડવાના બહાને ચોરી કરતી હતી ગેંગ, પોલીસે આ રીતે પકડ્યા

ABOUT THE AUTHOR

...view details