ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગણી સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું - Physical education teachers protest - PHYSICAL EDUCATION TEACHERS PROTEST

છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર રજૂઆત નગર બન્યું છે. વિવિધ સરકારી કર્મચારી મંડળો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે આવે છે. ત્યારે વ્યાયામ શિક્ષકો શિક્ષક સમીક્ષા કેન્દ્ર ખાતે ભરતી માટે રજૂઆત કરવા આવ્યા હતા. શિક્ષકોએ વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને સરકાર પર અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા હતા.

વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગણી સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું
વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગણી સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 6:44 PM IST

વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગણી સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું (etv bharat gujarat)

ગાંધીનગર: છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર રજૂઆત નગર બન્યું છે. વિવિધ સરકારી કર્મચારી મંડળો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે આવે છે. ત્યારે વ્યાયામ શિક્ષકો શિક્ષક સમીક્ષા કેન્દ્ર ખાતે ભરતી માટે રજૂઆત કરવા આવ્યા હતા. શિક્ષકોએ વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને સરકાર પર અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા હતા.

સરકારી નોકરી માટે વ્યાયામ શિક્ષકોના વલખા:હાલમાં પેરિસ ઓલિમ્પિક ચાલી રહ્યો છે. ત્યારે ઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એક બાજુ સરકારે ગુજરાતના ઓલિમ્પિક ખેલાડીઓને અભિનંદન પાઠવતા પોસ્ટર અને બેનર લગાડ્યા છે. જ્યારે આ ખેલાડીઓને તાલીમ આપવામાં મહત્વનો ભાગ ભજવતા વ્યાયામ શિક્ષકો સરકારી નોકરી માટે વલખા મારી રહ્યા છે.

કાયમી ભરતી કરવા શિક્ષકોની માંગ: વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા છે. સાથે પોસ્ટર અને બેનર સાથે કાયમી ભરતી કરવા વ્યાયામ શિક્ષકોએ માંગણી કરી છે. નાના બાળકો સાથે રાખીને વિરોધ કરતા વ્યાયામ શિક્ષકો જોવા મળ્યા છે. છેલ્લા 10 વર્ષથી વ્યાયાય શિક્ષકો કાયમી ભરતી ન થતા રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી શિક્ષકો ભરતી અંગે રજૂઆત કરી હતી.

શિક્ષકોનું ભવિષ્ય જોખમમાં:કરાર આધારિત ભરતી રદ્દ કરીને કાયમી શિક્ષકો ભરતીની વ્યાયામ શિક્ષકો મુખ્ય માંગ છે. રાજ્યભરમાંથી સેંકડો વ્યાયામ શિક્ષકોની કરાર આધારિત ભરતીથી તેમનું ભવિષ્ય જોખમમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. SAT એક્ઝામ લેવાઈ જેમાં પાસ થયા બાદ પણ કાયમી ભરતી પ્રક્રિયા કરી નથી. CPEd અને BPEd જેવી પરિક્ષા પાસ કર્યા વર્ષો થયા પરતું હજી સુધી ભરતી કરવામાં આવી નથી. ત્યારે ભરતી કરવામાંં આવે તેવી શિક્ષકોએ માંગ કરી હતી.

  1. એટ્રોસિટી એક્ટના ખોટા અર્થઘટન મુદ્દે દલિત સંગઠનોએ DGPને આપ્યું આવેદનપત્ર - Dalit organizations protested
  2. ચાંદીપુરના દર્દીઓ અંગે સિવિલ હોસ્પિટલમાં પત્રકાર પરિષદ યોજાઈ, કુલ 20 દર્દીઓ નોંધાયા છે - Chandipur patients in Rajkot

ABOUT THE AUTHOR

...view details