ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી: ઓળીયા ગામ પાસે બનતા નેશનલ હાઇવે બાયપાસનો વિરોધ, ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદન

સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે નેશનલ હાઇવેનો બાયપાસ ન કાઢવા માટે ઓળીયા ગામના લોકો અમરેલી કલેક્ટરને આવેદન આપ્યું હતું.

સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે નેશનલ હાઇવે બાયપાસ ન બનાવવા ગ્રામજનોનું અમરેલી કલેક્ટરને આવેદન
સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે નેશનલ હાઇવે બાયપાસ ન બનાવવા ગ્રામજનોનું અમરેલી કલેક્ટરને આવેદન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમરેલી:કેન્દ્ર સરકાર હાલ સમગ્ર દેશમાં નેશનલ હાઇવે માર્ગો બનાવી રહી છે. ત્યારે મહુવા-જેતપુર નેશનલ હાઇવે રોડ જે સાવરકુંડલા પાસે આવેલા ઓળીયા ગામની મધ્યમાં આવેલો છે. ત્યાંથી પહેલા પસાર થતા સ્ટેટ હાઇવેની જગ્યાએ નેશનલ હાઇવેનો નવો બાયપાસ ઓળીયા ગામની બહારથી કાઢવામાં આવતા ઓળીયા ગામના લોકો અમરેલી કચેરી ખાતે પહોંચ્યા હતા.

ગ્રામજનોએ અમરેલી કલેક્ટરને આવેદન આપ્યું

સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે નેશનલ હાઇવે બાયપાસ ન બનાવવા ગ્રામજનોનું અમરેલી કલેક્ટરને આવેદન (Etv Bharat Gujarat)

ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદન આપ્યું હતું કે, ઓળીયા ગામની બહારથી નેશનલ હાઇવેનો બાયપાસ કાઢવામાં ન આવે અને ખેડૂતોએ પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, જો નેશનલ હાઇવેનો બાયપાસ ઓળીયા ગામમાંથી કાઢવામાં આવશે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન તેમની પાસેથી છીનવાઇ જશે તે માટે ઓળીયા ગામના લોકો અને ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સાવરકુંડલાના ઓળીયા નજીક નેશનલ હાઇવે બાયપાસ ન કાઢવાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. જૂનાગઢ: દિવાળીમાં આસોપાલવ નહીં આંબાના પાનમાંથી બનેલા તોરણ બાંધવાની પરંપરા, શું છે આ પાછળનું કારણ?
  2. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરોટિવ બેન્કની મોટી જાહેરાત, આવા ખેડૂતોને 0 ટકા વ્યાજે આપશે લોન

ABOUT THE AUTHOR

...view details