રાજકોટ:રોડ રસ્તાથી લોકો ભારે પરેશાન છે, તે લોકોના રોજીંદા વ્યવહારમાં પણ જોઈ શકાય છે. હવે આ પરેશાનીથી ત્રાહિમામ પોકારી ગયેલા રાજકોટના લોકોએ ભાજપના સદસ્યતા અભિયાનને જાણે પડકારતા હોય તેમ "ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન"ની શરૂઆત કરવામાં આવી છે.
ભાજપના સદસ્યતા અભિયાન સામે રાજકોટના લોકોએ શરૂ કર્યું "ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન" - Rajkot Road problems - RAJKOT ROAD PROBLEMS
રોડ રસ્તાની હાલતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાનમાં રાજકોટમાં લોકોએ ખાડાના કારણે થતા ચક્કાજામ સામે રોષ વ્યક્ત હતો સાથે જ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. - Rajkot Road problems
Published : Sep 6, 2024, 5:58 PM IST
રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો શોધવો પડે છેઃ એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા " ખાડા પુરો મદદ સદસ્યતા અભિયાન "ની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે, રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મહાનગરપાલિકા કરતા જિલ્લા પંચાયતનું કામ વખાણાય છેઃ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે, અહીંયા મસ મોટા ખાડા પડયા છે. મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો. જ્યારે જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા માત્ર મોરમ નાખીને સંતોષ માની લેવામાં આવે છે. અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જ્યારે જિલ્લા પંચાયતમાં આવતું હતું. ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈપણ જાતની સુવિધા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં નથી આવી. અગાઉ ખુદ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી કબૂલી ચૂક્યા છે કે, વગડ ચોકડી વિસ્તાર અમારા ધ્યાનમાં રહી ગયો છે. ત્યારે મહાનગરપાલિકાનું નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.