વડોદરા:વડોદરાની મુલાકાતે પહોંચેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું વડોદરામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે, 1960ના દાયકાના અંતમાં પ્રતિભાશાળી પાકો ડે લૂસિયા અને મહાન ભારતીય સંગીતકાર રવિ શંકરે સંગીતના માધ્યમથી આપણા બંન્ને દેશોને નજીક લાવ્યા છે.
વધુંમાં આગળ તેમણે કહ્યું કે, તેઓએ સાથે મળીને ક્લેમેન્ગો અને ભારતીય શાસ્ત્રીય સંગીત, સ્પેનિશ ગિટાર, સિતારની આદ્યાત્મિકતાને સાથે મિશ્રણ કરવામાં સફળ રહ્યા હતા.ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તે સંસ્કૃતિઓ વચ્ચે એક સેતું બાંધી રહ્યા હતા.