અમરેલી: જિલ્લા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ મગફળીની કાપણીનો સિઝન ચાલી રહી છે અને નવી સિઝન લેવા માટે ખેડૂતો મગફળીનું કાપણી અને નવા વાવેતર માટે હાલ થ્રેસર વડે મગફળી કાઢી રહ્યા છે, ત્યારે હાલના સમયે દિવસ દરમિયાન મજૂરો ન મળતા ખેડૂતોને રાત્રિના સમયે કામ કરવું પડે છે.
ખેડૂતો રાત્રે કાપણી કરે છે:ખેડૂત મુકેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે, તેમની પાસે 60 વીઘા જમીન છે અને 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 40 વીઘામાં તેઓએ મગફળીનું વાવેતર કર્યું હતું અને દિવસ દરમિયાન મજૂર ન મળતા રાત્રિના સમયે મજૂરોને બોલાવીને મગફળી કાપવી પડે છે. રાત્રિના સમયે તેમને મજૂરોને રુ, 100 વધારે મજૂરી આપવી પડે છે. દિવસ દરમિયાન રુ. 600 મજૂરી ચાલે છે, જ્યારે રાત્રિના સમયે કામ કરવા આવેલા મજૂરોને રુ. 700ની મજૂરી ચૂકવવી પડે છે. સમયાંતરે મજૂરો ન મળતા આખરે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકાવું પડે છે અને રાત્રિના સમયે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે કાપણી કરવી પડે છે.
અમરેલીમાં મગફળીની કાપણી કરવા મજૂર મળતા નથી (Etv Bharat gujarat) મજૂરોને વધારે મજૂરી ચૂકવવી પડે:ખેડૂત જીતુભાઇ ગેંગડીયાએ જણાવ્યું કે, 30 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. હાલ દિવાળી બાદ કાપણીનો સમય થયો છે અને નવી સિઝનનું વાવેતર કરવા માટે હાલ જમીન તૈયાર કરવાની હોય છે જેથી મોટાભાગના ખેડૂતો દિવસ દરમિયાન કાપણી કરી રહ્યા છે. પરંતુ પોતાને રાત્રિના સમયે મગફળીની કાપણી કરવી પડે છે. મગફળીની રાત્રિના સમયે કાપણી કરવાના મુખ્ય પ્રશ્નોમાંનો સૌથી પહેલો પ્રશ્ન મજૂરનો છે, ત્યારબાદ દિવસ દરમિયાન ખેતીવાડીમાં કાપણી અને પરિવહનના સાધનો પણ ન મળતા હોવાના કારણે રાત્રિના સમયે કામ કરવું પડે છે. રાત્રિના સમયે વધારાનો ભાવ પણ ચૂકવવો પડે છે.
એક મજૂરની મજૂરી કેટલી?:અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાલ મગફળીની કાપણી ચાલી રહી છે. એક મજૂરનો સવારે 7:00 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધીનો મજૂરીનો ભાવ રુ. 600 છે અને રાત્રિના સમયે 8:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધી કાપણી અને મજૂરી કરવાનો ભાવ 700 રૂપિયા બોલાય છે. જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. વધારે ભાવ ચૂકવવા છતાં રાત્રિના સમયે પણ મજૂરો મળતા નથી. સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોને રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન કાપણી કરી અને માર્કેટ યાર્ડમાં માલ લઈ જવા માટે હાલ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
- ચણાના ભાવે કપાસના ભાવને મારી ટક્કર...અમરેલી પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર
- કમાલનો 'કોહિનૂર', ગાય-ભેંસ નહીં પરંતુ આખલો કરાવે છે લાખો રૂપિયાની કમાણી