ગુજરાત

gujarat

ETV Bharat / state

Paul Pogba Banned For 4 Years: ઈટાલીની એન્ટિ ડોપિંગ કોર્ટે જુવેન્ટ્સના મિડ ફિલ્ડર પોલ પોગ્બા પર 4 વર્ષનો પ્રતિબંધ લાદ્યો - Italy

ટેસ્ટોસ્ટેરોનના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પછી ઈટાલીની એન્ટિ ડોપિંગ કોર્ટે ગુરુવારે જુવેન્ટસના મિડ ફિલ્ડર પોલ પોગ્બા પર 4 વર્ષ માટે પ્રતિબંધ લાદ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Paul Pogba Banned For 4 Years

ઈટાલીની એન્ટિ ડોપિંગ કોર્ટે જુવેન્ટ્સના મિડ ફિલ્ડર પોલ પોગ્બા પર 4 વર્ષનો પ્રતિબંધ લાદ્યો
ઈટાલીની એન્ટિ ડોપિંગ કોર્ટે જુવેન્ટ્સના મિડ ફિલ્ડર પોલ પોગ્બા પર 4 વર્ષનો પ્રતિબંધ લાદ્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 8:59 PM IST

રોમ: જુવેન્ટસના મિડ ફિલ્ડર પોલ પોગ્બા પર ગુરુવારે ઈટાલીની એન્ટિ ડોપિંગ કોર્ટે ટેસ્ટોસ્ટેરોનના પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા બાદ મહત્તમ 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સપ્ટેમ્બરમાં પોગ્બાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ગત વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉડિનીસ ખાતે જુવેન્ટસની રમત પછી ખેલાડીનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોગ્બા સેરી A મેચને બદલે જુવેની બેન્ચ પર રમ્યો હતો.

પોગ્બાએ ઈટાલીની એન્ટિ ડોપિંગ એજન્સી સાથે કોઈ પ્રકારની સોદાબાજી ન કરતા તેના પર એન્ટિ ડોપિંગ કોર્ટમાં ખટલો ચલાવવામાં આવ્યો હતો. કેસ સાથે સંકળાયેલ વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે એસોસિએટેડ પ્રેસને ચુકાદા જણાવ્યો હતો, કારણ કે ઈટાલીના કોન્ફિડેન્શિયલ એક્ટને કારણે સજા જાહેર કરવામાં આવી ન હતી.

પોગ્બા આ ચુકાદા વિરુદ્ધ સ્વિસ સ્થિત કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ કરી શકે છે. આ સજા પોગ્બાની કારકિર્દીનો અંત લાવી શકે છે, કારણ કે તે આવતા મહિને 31 વર્ષ પૂરા કરશે.

વર્લ્ડ એન્ટી ડોપિંગ કોડ હેઠળ 4 વર્ષનો પ્રતિબંધ કરવામાં આવે છે પરંતુ જો ખેલાડી સાબિત કરી શકે કે તેમનું ડોપિંગ ઈરાદાપૂર્વક ન હતું, તેમજ ટેસ્ટમાં પોઝિટિવ એક ભૂલનું પરિણામ હતું અને તે તપાસકર્તાઓને પૂરી મદદ કરશે તો તેને મદદ મળી શકે છે.

પોગ્બા 2022માં માન્ચેસ્ટર યુનાઈટેડમાંથી જુવેન્ટસમાં ફરી વખત જોડાયો હતો. જો કે તેણે ઘણી બધી ઈજાઓ થઈ હતી. ગત સિઝનમાં જુવેન્ટસ માટે માત્ર 6 સેરી A મેચમાં તે આ સિઝનમાં 2 મેચ રમ્યો છે. ઘૂંટણની ઈજાને કારણે તે આ વર્ષે વર્લ્ડ કપ ફાઈનલમાં ફ્રાન્સ ખાતે યોજાનાર સ્પર્ધામાંથી બહાર થઈ ગયો હતો. પોગ્બાએ ફાઈનલમાં ક્રોએશિયા સામે 4-2થી જીત મેળવીને ફ્રાન્સને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી. તે 2012-16 સુધી જુવેન્ટસ માટે 178 મેચ રમ્યો હતો.

  1. Ahmedabad News: એસ કે યુનાઈટેડ ફૂટબોલ દ્વારા અમદાવાદ પ્રીમિયર લીગની 3જી સીઝન યોજાઈ
  2. World Cup 2023: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં VIP લોકોનો જમાવડો, ફૂટબોલર ડેવિડ બેકહામે હાજરી આપી

ABOUT THE AUTHOR

...view details