પાટણ: સિદ્ધપુરના કોટ ગામના એક અરજદાર ત્રણ જુલાઈના રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યારે ફરજ પરના મહિલા પોલીસ અધિકારી તેમજ અન્ય અધિકારીએ કથિત રીતે તેને માર મારી લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યુ છે. છેલ્લા વીસ દિવસથી આ ઘટના ચર્ચામાં છે. ત્યારે અરજદારે ગૃહ વિભાગને અરજી કરી વિડીઓ મારફતે પોતાને થયેલ કડવો અનુભવ જણાવ્યો છે. ત્યારે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.
પાટણ જિલ્લા પોલીસ કચેરી તંત્ર વિવાદોના ઘેરામાં, જિલ્લાના એસપી સહિત પીએસઆઈ અને પીઆઇ કાયદાના રક્ષકને બદલે ક્રિમીનલના રવાડે - Patan News - PATAN NEWS
પાટણ જિલ્લા પોલીસ કચેરી તંત્ર વિવાદોના ઘેરામાં છે. જિલ્લાના એસપી સહિત પીએસઆઈ અને પીઆઇ કાયદાના રક્ષકને બદલે ક્રિમીનલના રવાડે ચડ્યા છે. પાટણના એસપી રવીન્દ્ર પટેલ સામે કથિત એક અપહરણ અને ખંડણીના ગુનામાં કોર્ટે તપાસના આદેશ આપ્યાની ઘટના ચર્ચામાં છે અને ખાખી વર્દી સામે તોડબાજીના છાંટા ઉડ્યા છે.
Published : Jul 28, 2024, 3:53 PM IST
પાટણ જિલ્લા પોલીસ કચેરીતંત્ર વિવાદોના ઘેરામાં આવ્યુ છે. જિલ્લાના એસપી સહિત પીએસઆઈ અને પીઆઇ કાયદાના રક્ષકને બદલે ક્રિમીનલના રવાડે ચડ્યુ છે. પાટણના એસપી રવીન્દ્ર પટેલ સામે કથિત એક અપહરણ અને ખંડણીના ગુનામાં કોર્ટે તપાસના આદેશ આપ્યાની ઘટના ચર્ચામાં છે અને ખાખી વર્દી સામે તોડબાજીના છાંટા ઉડ્યા છે. કોર્ટ મેટર છે, ત્યારે વધુ એક અરજદારે પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે અને સોશિયલ મીડિયામાં પોતાની વ્યથા રજૂ કરતો વીડિયો વાયરલ કર્યો છે. સિદ્ધપુરના કોટ ગામના એક અરજદાર ત્રણ જુલાઈના રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે ફરજ પરના મહિલા પોલીસ અધિકારી તેમજ અન્ય અધિકારીએ કથિત રીતે માર મારી લૂંટ ચલાવી હોવાનું જણાવ્યુ છે. છેલ્લા વીસ દિવસથી આ ઘટના ચર્ચામાં છે. ત્યારે અરજદારે ગૃહ વિભાગને અરજી કરી વિડીઓ મારફતે પોતાને થયેલ કડવો અનુભવ જણાવ્યો છે. ત્યારે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.