ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ - Patan Civil Hospital

પાટણના સૂર્યનગર પાસે રોડસાઈડમાંથી નવજાત બાળકી મળી આવી હતી. લોકોને જાણ થતાં 108 બોલાવી હતી જેથી તેને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતાપિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ
Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 7:17 PM IST

માતાપિતાની શોધખોળ હાથ ધરવામાં આવી

પાટણ : શહેરના સૂર્યનગર પાસે રોડની સાઈડમાં આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત જન્મેલી બાળકીને કપડામાં વીંટી રસ્તે રઝડતી મૂકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીના રુદનનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતાં અને આ અંગે 108 મારફતે સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તો આ ઘટનાને લઈને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતાપિતાની શોધખોળ હાથ ધરી છે.

ત્યજી દીધેલ નવજાત : સરકાર દ્વારા એક બાજુ બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાથે મહિલા સશક્તિકરણ અને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને આ મામલે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે. છતાં અવારનવાર નવજાત બાળકીઓ તરછોડી દેવાના બનાવો પ્રકાશમાં આવે છે. પાટણના ઇતિહાસમાં છ મહિનામાં બીજીવાર એક નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી હતી.

બાળકના રુદનથી ધ્યાન ખેંચાયું :બનાવની પ્રાપ્ત માહિતી મુજબ પાટણના સુજનીપુર રોડ ઉપર આવેલ ક્રિષ્નાનગર સોસાયટી પાસેથી આ વિસ્તારના ખેડૂત સવારના સમયે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાળકના રુદનનો અવાજ સંભળાતા ખેડૂતે અવાજની દિશામાં જઈ જોયું હતું. તો રોડની સાઈડમાં કપડામાં વીંટેલી હાલતમાં જીવિત બાળકી જોતા ખેડૂત ચોકી ઉઠ્યો હોતો ને આ બાબતે તેણે વિસ્તારના રહીશોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે તાત્કાલિક 108ને કોલ કરતા 108 ટીમ પણ ઘટના સ્થળે તાકીદે દોડી આવી હતી અને બાળકીને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આજે સવારે અમોને કોલ મળતા તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને અમોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને એમ્બ્યુલન્સમાં ટેલીફોનિક ફિઝિશિયન સાથે વાતચીત કરી તેઓની સૂચના મુજબ બાળકીને સારવાર આપતા તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો ત્યારબાદ અમો તેને પાટણ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા...ગુલાબખાન બલોચ (108ના પાયલોટ )

બાળકી ઓક્સિજન પર : પાટણ સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.રાજેશ ઠક્કરે આ બાબતે જણાવ્યું હતું તે આજે સવારે 108 એમ્બ્યુલન્સ દ્વારા નવજાત ત્યજી દેવાયેલી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. બાળકીનું વજન 2.2 કિલો છે. બાળકીને જ્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે લવાઇ ત્યારે તેનું શરીર ઠંડું અને સુગર ઓછું હોવાથી આઈવી ફાઈન્ડ વોર્મર કેર અને આઇવી એન્ટી બાયોટિક અને ઓક્સિજન હુડની સારવાર શરૂ કરવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી : આ બાબતે તપાસ કરનાર અધિકારી પીએસઆઇ બ્રહ્મભટે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા પોલીસ તાકીદે દોડી આવી હતી. પોલીસે બાળકીને જોનાર આ વિસ્તારના લોકોના નિવેદનો લઈ બાળકી તરછોડી દેનાર સામે 317 મુજબ ગુનો નોંધી તેના માતાપિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

છ મહિનામાં બીજી ઘટના : અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરમાં છેલ્લા છ મહિનામાં નવજાત બાળકીને ત્યજી દેવાની આ બીજી ઘટના સામે આવી છે સપ્ટેમ્બર મહિનામાં અઘારા દરવાજા પાસે રાત્રિ દરમિયાન વરસાદમાં પલળેેલી હાલતમાં બાળકી મળી આવી હતી. જેને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ 60 દિવસ બાદ પણ તેના માતાપિતાની કે વાલીવારસ મળી ન આવતા છેવટે તેને સીડબ્લ્યૂસી સેન્ટરને સોંપવામાં આવી હતી. ત્યારે આજે ફરીવાર બીજી એક બાળકી મળી આવી છે તેને લઈ પાટણ શહેર સહિત પંથકમાં તેને ત્યજી દેનાર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

  1. Surat Crime News: કામરેજના ખોલવડ ગામે ઉકરડામાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું
  2. Rajkot Crime ; રાજકોટમાંથી 5 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું, હોસ્પિટલમાં સ્વાસ્થ્યની તપાસ સાથે પોલીસ તપાસ શરુ

ABOUT THE AUTHOR

...view details