ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છતાં નથી કપાયા રૂપાલા, ડેમેજ કંટ્રોલ મોડમાં ભાજપ, ભરત બોઘરાએ શું કરી સ્પષ્ટતા ? - Parshottam Rupala

પરષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી બાદ સતત ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવી નથી. ઉલટાનું ભાજપ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો મુદ્દે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું છે. વાંચો આ અહેવાલ...

ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ
ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 7:25 AM IST

ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ

રાજકોટ:પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરોધ રોષ ફાટી નીકળ્યો હતો. જે રોષ હવે ભારતીય જનતા પક્ષ તરફ વિરોધ વહેતો થયો હોય તેવા દ્રશ્યો ક્ષત્રિય સમાજ દ્વારા યોજાતી સભાઓ અને રેલીઓમાં જોવા મળે છે. ત્યારે આ વિરોધ ભારતીય જનતા પક્ષમાં રહેલા અસંતુષ્ટોએ જ પક્ષને કફોડી પરિસ્થિતિમાં મૂક્યાના આરોપોને નક્કરતા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભારત બોઘરાએ રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં અનેક ખુલાસાઓ કરતાં નજરે પડયા હતા.

ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છતાં નથી કપાયા રૂપાલા

ક્ષત્રિય વિરોધને ડામવામાં ડો. બોઘરા નિષ્ફળ ગયા હોવાની વાત પર ખુલાસો કરતા ડો. બોઘરાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ મુદ્દે નિવેડો આવી જશે અને ઘીનાં ઠામમાં ઘી પડી જશે. ડો. બોઘરાએ પુરષોત્તમ રૂપાલાને પાંચ લાખ મતોની લીડથી જીતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિપક્ષ લગાવ્યા આરોપ:

ડો. બોઘરાએ પક્ષમાં આંતરિક વિખવાદને મુદ્દો બનાવીને મીડિયામાં ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ કરવામાં આવેલા પ્રચાર-પ્રસાર પ્રવૃતિઓને વિરોધપક્ષની ભૂમિકા સાથે જોડી હતી. જો તેમની તરફ કોઈ આંગળી ચીંધવામાં આવી હોય અને એ સાબિત થાય તો તેઓ જાહેર જીવન છોડવાની પણ તૈયારીઓ દર્શાવી હતી. પક્ષમાં બધા કાર્યકરો એક છે અને કોઈ પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિમાં સામેલ નહિ હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

પદ્મિનીબા વાળાને લઈને શું કહ્યું ?

પક્ષમાં પદ્મિનીબા વાળાને લઈ આવવા સંદર્ભે ખુલાસા કરતા ડો. બોઘરાએ જણાવ્યું હતું કે એ સમયે 60,000 લોકો પક્ષમાં જોડાયા હોય, કોઈની માનસિક પરિસ્થિતિનો તાગ મેળવવાની જગ્યા ન હોય આ થયું છે. પદ્મિનીબા સામે પક્ષ શિસ્તભંગનાં પગલાં લેશે કે કેમ તેવા પ્રશ્નનાં જવાબમાં ડો. બોઘરાએ જણાવ્યું હતું કે, પદ્મિનીબાએ પક્ષમાં રાજીનામું ધરી દેતા અને તેમનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું હોય, હવે આમાં કશું બોલવાનું કે કરવાનું રહેતું નથી.

ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ છતાં નથી કપાયા રૂપાલા

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની લાલબાપુ સાથે મુલાકાત:

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પક્ષ રૂપાલા વિરુદ્ધ રાજપૂતો મુદ્દે ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું છે અને સોમવારે સાંજે ગધેથડ ખાતે ગાદીપતિ શ્રી લાલબાપુની મુલાકાત જામનગર વિસ્તારનાં ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા તેમજ માજી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી જેની તસવીરો સોશિયલ-મીડિયામાં વાયરલ થઈ હતી. જેની વચ્ચે અટકળો અને અફવાઓનો માહોલ ગરમાયો હતો કે હવે કદાચે સંતો-મહંતો પણ આ ક્ષત્રિય સમાજનાં વિરોધનાં સુર ઠંડા પાડવા પહેલ કરી શકે છે.

તો બીજી તરફ તેમજ મંગળવારે રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા જેઓ ભારતીય જનતા પક્ષનાં સદસ્ય છે. તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રૂપાલા વિરુદ્ધ રાજપૂતો વિષે કોઈ વિશેષ વાત રજુ કરે છે કે કેમ તેનાં પર સહુની નજર છે.

  1. ક્ષત્રિયોનાં વિરોધ વચ્ચે રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે - Loksabha Election 2024
  2. ગુજરાતની મહત્વપૂર્ણ પોરબંદર લોકસભા બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ, 2024 માં જામશે ત્રિપાંખીયો ચૂંટણી જંગ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details