ગુજરાત

gujarat

ETV Bharat / state

પરેશ ધાનાણીની ચૂંટણી પ્રચાર વખતે તબિયત લથડી, હોસ્પિટલમાંથી Video શેર કરીને આપ્યો ખાસ મેસેજ

પરેશ ધાનાણીએ હોસ્પિટલમાંથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે અને પોતે હવે સ્વસ્થ છે તેવી માહિતી આપી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હોસ્પિટલમાંથી શેર કર્યો વિડીયો
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હોસ્પિટલમાંથી શેર કર્યો વિડીયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

Updated : 30 minutes ago

અમરેલી: જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે ચર્ચા થઈ રહી હતી તે વચ્ચે હવે ધાનાણીએ જાતે જ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓની તબિયત સુધારો થયેલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત પરેશ ધાનાણીએ હોસ્પિટલ ખાતેથી નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા દ્વારા વિડીયો મારફતે તબિયત સારી હોવાનું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે સાંજના સમયે ત્ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ, મુંબઈમાં તબિયત ખરાબ થઈ હોવાના સમાચારો બાદ પરેશ ધાનાણીએ આજે સોશિયલ મીડિયા દ્વારા વિડીયો જાહેર કરી તબિયત સારી હોવાનું જણાવ્યું છે.

"વિશ્વાસ રાખજો હું ફરીથી દોડતો થવાનો છું, મારી તબિયત બિલકુલ સારી છે." - પરેશ ધાનાણી (Etv Bharat Gujarat)

મુંબઈ ખાતે કાર્યક્રમ અંતર્ગત ગયેલા પરેશ ધાનાણીની અચાનક તબિયત લથડી હતી. પરેશ ધાનાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા દ્વારા પરેશ ધાનાણીએ વિડીયો જાહેર કરી હોસ્પિટલમાંથી સાંજ સુધીમાં રજા મળશે તેવું જણાવ્યું હતું અને દિવાળી પર્વ નિમિત્તે તમામ વ્યક્તિઓને શુભેચ્છા પાઠવી હતી.

પરેશ ધાનાણીએ વિડીયોમાં જણાવ્યું કે, "વિશ્વાસ રાખજો હું ફરીથી દોડતો થવાનો છું, મારી તબિયત બિલકુલ સારી છે."

આ પણ વાંચો:

  1. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, હાલ તબિયત સ્વસ્થ
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસની આજથી શરૂઆત, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે
Last Updated : 30 minutes ago

ABOUT THE AUTHOR

...view details