છોટાઉદેપુર: પંચમહાલ જિલ્લાના એક આર્મી જવાન કશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતા તેમનો પાર્થિવ દેહ તેમના વતન લાવવામાં આવ્યો હતો. અહીં આર્મીના નિયમો પ્રમાણે તેમની અંતિમ વિદાયમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેમના અંતિમ દર્શન માટે મોટી ભીડ તેમના નિવાસ સ્થાને એકત્રિત થઈ હતી. આ દરમિયાન લોકોના આંખો અશ્રુથી ભીંજાયા હતા અને લોકોના અવાજમાં ગર્વ હતો. લોકોએ ભારત માતાનો જયઘોષ બોલાવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપણી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થતા તેઓના માદરે વતન આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર ની સલામી આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
ત્રણ દિવસની સારવાર બાદ લીધા અંતિમ શ્વાસ
છોટાઉદેપુર જિલ્લાના ઉચાપાન પાસે આવેલા જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામ કરણસિંહ અંદરસિંહ રાઠવા વર્ષ 2008 માં આર્મીમાં જોડાયા હતા, અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી દેશની સેવા કરી હતી. હાલમાં જ જમ્મુ કાશ્મીર ખાતે ફરજ ફરમિયાન બ્રેન હેમરેજ થતા જમ્મુની બેસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની ત્રણ દિવસની સારવાર બાદ નિધન થયું હતું.
જમ્મુ કાશ્મીર ખાતે આર્મી જવાનનું નિધન થતા તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા સુધી લાવવામાં આવ્યો હતો. વડોદરાથી તેમનો દેહ કણજીપાણી સુધી આર્મીની ખાસ વાન મારફ્તે માદરે વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના નિયમ મુજબ ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ત્રણ પેઢીથી દેશની સેવા
શહીદ જવાન કરણસિંહના પિતા અંદરસિંહ લાખાભાઇ રાઠવા પણ આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમના પુત્ર ભવાનસિંહ પણ હાલ જમ્મુ કાશ્મીર ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. આમ આ પરિવારની ત્રણ પેઢી આર્મીમાં ફરજ બજાવે છે. જેને કારણે લોકોના મનમાં તેમના માન પણ ઘણા છે. તેમની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં સ્વજનોએ અશ્રુભીની આંખે તેઓના પાર્થિવ દેહને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
- તાપીમાં પડ્યા બાંગ્લાદેશમાં હિંસાના પડઘા, હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન
- ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, તુષાર ધોળકિયા ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન બન્યા