ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાની યુવકે પુત્રની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, હેબિયસ કોર્પસની અરજીમાં કોર્ટે શું કહ્યું?

પાકિસ્તાની યુવક આમિર અલી 2019 માં ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી એના એક બાળકનો જન્મ થયો હતો.

ગુજરાત હાઈકોર્ટની તસવીર
ગુજરાત હાઈકોર્ટની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 10:37 PM IST

અમદાવાદ: સુરતથી એક વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસની અરજી દાખલ કરી હતી. જેને પાકિસ્તાનમાં રહેતા એક વ્યક્તિએ કેસ દાખલ કરવા માટે પાવર ઓફ એટર્ની આપી હતી અને મૂળ અરજદારે કોર્ટ સમક્ષ પોતાના ચાર વર્ષના પુત્રીની કસ્ટડી માંગી હતી. જેની માતા પાકિસ્તાનથી ગુજરાત પરત આવી ચૂકી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ નોંધ્યું કે, બાળક પોતાની બાયોલોજીકલ માતા સાથે છે. એટલે માતા સાથે બાળકને ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય અને હાઇકોર્ટ અરજદારની રજૂઆતોને નકારીને અરજીનો નિકાલ કર્યો હતો.

2019માં પાકિસ્તાની યુવક સાથે થયા હતા લગ્ન
આ કેસની સમગ્ર વિગત એવી છે કે, પાકિસ્તાની યુવક આમિર અલી 2019 માં ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી એના એક બાળકનો જન્મ થયો હતો અને લગ્નના ચાર વર્ષ પછી યુવતી તેના બાળક સાથે ભારત પાછા આવી હતી અને પોતાના પતિથી વાતચીત બંધ કરી દીધી હતી. બંનેની વાતચીત બંધ થતા પાકિસ્તાની યુવકે કોર્ટમાં હેબિયર કોર્પસની અરજી કરી હતી.

પુત્રની કસ્ટડી માટે પિતા કોર્ટમાં
આ પાકિસ્તાની પિતાએ પોતાના પુત્ર માટે કરેલી હેબિયસ કોર્પસની અરજીમાં દાવો કર્યો હતો કે, તેમના બાળક માતાની ગેરકાયદેસરની કસ્ટડીમાં છે. પરંતુ હાઇકોર્ટમાં ગેરકાયદેસર કસ્ટડીની વાત પુરવાર ન થતા આ અંગે મોટો ચુકાદો આપતા પાકિસ્તાની પિતાની અરજીને ફગાવી દીધી. હાઇકોર્ટ નોંધ્યું કે બાળક પોતાની બાયોલોજીકલ માતા સાથે છે માતા સાથે બાળકને ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય.

આ કેસમાં અરજદારના વકીલે વિવિધ રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માતા પુત્રની યોગ્ય કાળજી રાખતી નથી. પુત્ર પિતાથી દુર થવા પછી તેના રીતિ રિવાજો, કલ્ચર અને તહઝીબ શીખી શકશે નહીં. તેને તેની માતાએ જબરજસ્તી પોતાની પાસે રાખ્યો છે.

હાઈકોર્ટે અરજી ફગાવી
આ મુદ્દે સરકારી વકીલે અરજી વિરુદ્ધ દલીલ રજૂ કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર જે પુત્રની કસ્ટડી માંગી રહ્યા છે તે તેની બાયોલોજીકલ માતા છે. તેને ગોંધી રાખ્યા હોવાની રજૂઆત સ્વીકારી શકાય નહીં અને જ્યાં સુધી પાકિસ્તાનની કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હોવાની વાત છે તો તે સંદર્ભનો કોઈ ઓર્ડર થયો નથી. આ સમગ્ર મુદ્દાને જોઈને ગુજરાત હાઇકોર્ટે આ અરજીને ફગાવી તેનો નિકાલ કર્યો હતો.

આ પણ વાંચો:

  1. વાવ પેટા ચૂંટણીઃ ભાભરમાં ભાજપના દિગ્ગજોના ધામા, પાટીલે વ્યક્ત કર્યો હતો બેઠક ગુમાવાનો રંજ
  2. વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને PM મોદીએ નવા વર્ષ પર મોકલ્યો ખાસ મેસેજ, પત્ર લખીને વડાપ્રધાને શું કહ્યું?

ABOUT THE AUTHOR

...view details