રાજકોટ:છેલ્લા બે દિવસથી ભૂખ્યા અને તરસ્યા આગકાંડમાં ભોગ બનેલાના પરિજનો સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠા છે. અધિકારીઓ દ્વારા તેમના સ્વજન અંગે યોગ્ય જવાબ ન મળતા પરિવારજનોમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.
'અમારા સ્વજનના મૃતદેહ તો આપો', રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારજનોનો આક્રંદ અને આક્રોશ - trp game zone fire Mishap
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી આગના ત્રણ દિવસ વિતી ગયા છે, પરંતુ હજુ સુધી અનેક પરિવારને તેમના સ્વજનો જીવંત તો છોડો પરંતુ મૃતદેહો પણ મળ્યા નથી. પોતાના સ્વજનના મૃતદેહ કે તેમના વિશેની જાણકારી માટે પરિવારદનો રિતસર વલખા મારી રહ્યાં છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. trp game zone fire Mishap
Published : May 28, 2024, 11:22 AM IST
25 મે, 2024ના રોજ કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગવાની 28 લોકોના મૃત્યું થયા હતાં. આ અગ્નિકાંડના 48 કલાકથી વધુ સમય વીત્યા છતાં પણ અનેક પરિવારને પોતાના સ્વજનનો પત્તો લાગ્યો નથી. બીજી તરફ બળીને કોલસા સમાન બની ગયેલા મૃતકોની ઓળખ પરિજનોના DNA રિપોર્ટથી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી માત્ર ગુમ સ્વજનની ભાળ મેળવવા અને મૃતદેહ લેવા માટે અનેક પરિજનો સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠા છે.
ગઈકાલે 27 મે, 2024ના રોજ અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આગકાંડમાં ભોગ બનનાર પરિજનોમાં રોષ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ સમયે સિસ્ટમના લીધે ભોગ બનનારા પરિજનોને હાજર અધિકારીઓ સિસ્ટમ અને કામગીરીના પાઠ ભણાવી રહ્યાં હતા.