અમરેલી:સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ રવિ પાકમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, પરંતુ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, અને હાલના સમયે ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવે તેમજ એક્સાઈટ ડ્યુટી ઘટાડવામાં આવે છે, એવી માંગ કરી છે.
સાવરકુંડલાના ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવમાં વધારો આવે અથવા ટેકાના ભાવે ડુંગળી ખરીદવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, સાવરકુંડલા તાલુકાના ખેડૂત હરેશભાઈ જણાવ્યું કે 40 વીઘા પોતાની પાસે જમીન છે અને જમીનમાં બે વર્ષથી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, ગયા વર્ષે સફેદ ડુંગળીના સારા ભાવ મળ્યા હતા..
ડુંગળીના ઘટતા ભાવે ખેડૂતોને રોવડાવ્યા (Etv Bharat Gujarat) 40 વિઘાની ડુંગળીનું વાવેતર કર્યું છે, ચાલું સિઝનમાં 40 વીઘાનુ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ગયા વર્ષે 400 થી 500 ડુંગળીનો 20 કિલોનો ભાવ મળ્યો હતો અને સારું ઉત્પાદન પણ મળ્યું હતું અને નફાકારક ખેતી રહી હતી, પરંતુ ચાલુ સીઝનમાં ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એક મહિના પહેલા જે ડુંગળીના 800 રૂપિયા હતા જેના હાલ 250 થી 300 રૂપિયા સુધી મળી રહ્યા છે.
ડુંગળીનો 20 કિલોનો ભાવ ખેડૂતોને 300 રૂપિયા પોસાય તેવી શક્યતા નથી અને હાલ પરિસ્થિતિ ખૂબ જ ખેડૂતોની વિકટ બની રહી છે. જો આ સીઝનમાં આવોને આવો સામાન્ય ભાવ રહેશે, તો આગામી વર્ષમાં ડુંગળીના વાવેતરમાં મોટી સંખ્યામાં ઘટાડો થશે અને સમય અંતરે ડુંગળીના ભાવ ઘટતા રહેશે તો એકંદરે ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન કરવાનું બંધ કરશે.
હરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, એક્સાઇડ ડ્યુટી 20 ટકા ડુંગળી ઉપર છે, જે ઘટાડવામાં આવે અને નિકાસ આપવામાં આવે તો આ ખેડૂતો ઉત્પાદનમાં નફો મેળવી શકશે નહીંતર ખેડૂતોને વાવેતર દરમિયાન દવા,ખાતર અને બિયારણમાં કરેલો ખર્ચ પણ નીકળી શકશે નહીં. મોંઘવારી સતત કૂદકે ભૂસકે વધતી જાય છે, દવા ખાતર બિયારણ અને મજૂરોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોના માલના ભાવમાં વધારો ન થતા ખેડૂતો મોટી નુકસાની વેઠી રહ્યા છે.. એક વીઘા માંથી અંદાજિત 20,000 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ ડુંગળીના વાવેતર કાપણી અને ખાતર દવાનો થાય છે.
ડુંગળીનો હાલ ખેડૂતો વેચાણ કરે તો 25,000 ની ડુંગળીનો ભાવ મળે છે, જેની સામે ખેડૂતે 30 થી 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરેલો હોય છે, જેથી ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવી રહ્યો છે. ખેડૂત ડુંગળીનું વાવેતર કર્યા બાદ જો સરકાર ટેકાના ભાવે ખરીદી કરે અને નિકાસ આપે તો એ સારું એવી ખેડૂતોની આશા છે.
- બે રૂપિયે કિલો વેચાઈ ડુંગળી, જુનાગઢ APMCમાં ડુંગળીના ભાવ તળીયે ગયા
- લસણના ભાવમાં મોટો કડાકો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ઠલવાયું 8 ક્વિન્ટલ લસણ