ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / state

સુરતમાં સાડી અને કેમિકલના ગોડાઉનમાં આગ, એક વ્યક્તિનું મોત - fire in a saree and chemical godown

સુરતમાં સરથાણા વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. જેને પગલે લોકોમાં દોડધામ મચી હતી. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. - fire in a saree and chemical godown Surat

સુરતમાં આગની ઘટના
સુરતમાં આગની ઘટના (Etv Bharat Gujarat)

સુરતઃસુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસે વાલકનગર સોસાયટીમાં આવેલ સાડીના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આ આગમાં પાંચ વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રત થયા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપરથી ડેથબોડી મળી આવી હતી. હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ગોડાઉન માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં આગની ઘટના (Etv Bharat Gujarat)

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે વાલકનગર સોસાયટીમાં આવેલ સાડીના ગોડાઉનમાં આજે સવારે કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ આગમાં ગ્રાન્ડ પ્લસ ત્રણ માળનું મકાન આખુ આગની ઝપેટમાં આવી ગયું હતું કારણકે, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો. તે ઉપરાંત કેટલાક કેમિકલના ડબ્બા ઉપર મુકવામાં આવ્યા હતા. આ આગમાં ગૌડાઉન કામ કરતા આઠ મજૂરો ફસાઈ ગયા હતા. જેમાં ત્રણ જેટલા મજૂરો નીચે આવી ગયા હતા અને બાકીના પાંચ મજુરો ઉપર આગમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા કાપોદ્રા સરથાણા ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

સુરતમાં આગની ઘટના (Etv Bharat Gujarat)

જ્યાં ફાયરના જવાનો દ્વારા સુરક્ષા કવચ પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને એકબાદ એક કુલ ચાર લોકોને બહાર લાવ્યા હતા તે તમામને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એક મજૂર મળી આવ્યો ન હતો. આ આગ કાબુમાં આવ્યા બાદ અન્ય એક મજૂરની ડેટબોડી મળી આવી હતી. જોકે સાથે સરથાણા પોલીસનો કાફલો પણ ઘટના સાથે પહોંચી ચૂક્યો હતો. હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ગોડાઉન માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

  1. ખેડામાં વરસાદી માહોલ, પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત - RAIN IN KHEDA
  2. અમદાવાદમાં વકફ સંશોધન બિલ અંગે JPCની બેઠક, વિપક્ષે કર્યા સૂત્રોચ્ચાર, હર્ષ સંઘવીએ કહ્યું... - Wakf Amendment Bill 2024
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details