અમદાવાદ:ઉતરાયણમાં તહેવારને હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બ્રિજ તથા ચાર રસ્તાઓ પર પોલ લગાવીને તાર બાંધવામાં આવ્યા છે. કોઈપણ વાહનચાલકો કે અબોલ પશુ-પક્ષી પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત ન થાય, તે માટે AMC દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી છે.
બ્રિજ પર પોલ લગાવી તાર બાંધવામાં આવ્યા: ઉતરાયણના તહેવારને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પાલિકા દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તાઓ અને બ્રિજ પર ફોન લગાવીને તાર બાંધવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં પાલિકાની વેબસાઈટ પર એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. તેનો સંપર્ક કરીને, જો કોઈ પણ અબોલ પશુ-પક્ષીઓ ઈજાગ્રસ્ત દેખાય, તો તાત્કાલિક NGO તેમના સુધી મદદ પહોંચાડી શકશે.
AMC દ્વારા બ્રિજ પર પોલ લગાવીને તાર બાંધવામાં આવ્યા (ETV BHARAT GUJARAT) 23 બ્રિજો પર તાર બાંધી દેવામાં આવ્યા: આ અંગે અમદાવાદમાં પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "જેવી રીતે ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. તેમાં લોકો પતંગ ચગાવવા માટેના શોખીન હોય છે. આ દોરીથી કોઈ ઘાયલ ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા 23 બ્રિજો પર તાર બાંધી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકીના જે બ્રિજ પર પોલ ઉભા કરીને તાર લગાડવામાં આવશે."
પશુ-પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર: વધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું કે "અમદાવાદનો કોઈપણ નાગરિક ઘાયલ ન થાય તે માટેના તકેદારીના ભાગરૂપે આધાર બાંધવામાં આવ્યા છે, તદુપરાંત કોઈ પક્ષી દોરીથી ઘાયલ થાય, તો તરત તેને સારવાર મળે તે માટેનો હેલ્પલાઈન નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે." આવી રીતે ઉતરાયણના તહેવારને લઈને કૉર્પોરેશન સતર્ક જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વસતા નાગરિકો તથા અબોલા પશુ પક્ષીઓની તકેદારી રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:
- સપ્તક દિવસ 10: સતત 10મા દિવસે શાસ્ત્રિય ગાયિકા દેવકી પંડિતે ગાયું રાગ બાગેશ્રી
- અરિજીત સિંહના ચાહકો નિરાંતે માણજો કોન્સર્ટ, મેટ્રો તરફથી આવી ખુશખબર