ગુજરાત

gujarat

ETV Bharat / state

બાય બાય નવરાત્રી: નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

નવરાત્રી નોરતાના અંતિમ દિવસે જુનાગઢના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અને આ વર્ષની નવરાત્રીને એકદમ જોશ અને જુસ્સા સાથે વિદાય આપી હતી.

નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2024, 9:46 AM IST

જૂનાગઢ: બાય બાય નવરાત્રી નોરતાના અંતિમ દિવસે જુનાગઢના ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અને આ વર્ષની નવરાત્રીને એકદમ જોશ અને જુસ્સા સાથે વિદાય આપી હતી. 9 દિવસ રંગબેરંગી પોશાકો અને અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમીને ખેલૈયાઓએ સૌ કોઈનું મન મોહી લીધું હતું. ત્યારે અંતિમ દિવસે શ્રેષ્ઠ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરીને નવરાત્રીને વિદાય આપી હતી.

ખેલૈયાઓએ નવરાત્રીને આપી વિદાય: નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓએ ગરબે ઘૂમીને નવરાત્રીને વિદાય આપી હતી. પાછલા 9 દિવસથી રંગબેરંગી પોશાકો અને અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમીને ખેલૈયાઓએ સૌ કોઈનું મન મોહી લીધું હતું. ત્યારે આજે નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓ દ્વારા આ વર્ષની નવરાત્રીને વિદાય આપવા અને આવતા વર્ષની નવરાત્રી વહેલી આવે તે માટે બાય બાય નવરાત્રી ગરબામાં સામેલ થઈને ધૂમ મચાવી દીધી હતી.

નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા (Etv Bharat gujarat)

ગરબા નાગરોની પ્રાચીનતમ પરંપરા: ગરબા એ જૂનાગઢના નાગરોની પ્રાચીનતમ પરંપરા છે કહેવાય છે કે, જૂનાગઢમાં ગરબાની સાચી ઓળખ નાગર પરિવારોએ આપી હતી. પ્રાચીનકાળમાં બેઠા ગરબાથી લઈને અત્યારે આધુનિક સમયમાં રંગબેરંગી પોશાકો સાથે શરૂ થયેલા ફરતા ગરબા પણ જૂનાગઢના નાગરોની દેન છે.

નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા (Etv Bharat gujarat)

નાગરો માઈ ભક્ત તરીકે કરે છે ગરબા:જૂનાગઢમાં નાગર જ્ઞાતિના લોકો માઈ ભક્ત તરીકે અનંત સમયથી ઓળખાય છે. ગરબા એ નાગરોની વિશેષ પરંપરા અને અનોખી ઓળખ પણ છે. નવાબના સમયમાં નાગરો દ્વારા બેઠા ગરબા કરવાની એક પરંપરા શરૂ થઈ હતી. જે આજે ચોક્કસપણેે જળવાયેલી જોવા મળે છે. તેમાં આધુનિક સમયના સંસ્કરણ એટલે રંગબેરંગી પોશાકો અને અવનવા સ્ટેપ સાથેના ફરતા ગરબા પણ નાગરોએ જૂનાગઢવાસીઓ સમક્ષ મૂક્યા હતાં.

નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા (Etv Bharat gujarat)

નાગર પરિવારોએ નવરાત્રીને આપી વિદાય: ગરબા અને નાગરો જાણે કે એકમેકમાં વણાયેલા જોવા મળતા હોય તે પ્રકારે નવરાત્રીના અંતિમ દિવસે નાગર પરિવારો રંગબેરંગી પોશાકો અને અવનવા સ્ટેપ સાથે સમગ્ર પરિવારના તમામ સભ્યો સાથે ગરબે ઘૂમીને નવરાત્રીને અનોખી રીતે સંગીતમય વિદાય પણ આપી હતી અને આવતા વર્ષે ફરી માઁ જગદંબા તેમના ઘરે આવે અને ગરબાનું સ્થાપન થાય તે માટે પ્રાર્થના કરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:

  1. આદ્યશક્તિની ભક્તિ સાથે દેશ ભક્તિ, ઉપલેટામાં 45 વર્ષથી રમાય છે "કાળી દાંડીનો ડમરો"
  2. કેમ પુરૂષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને અમદાવાદમાં અહીં ઘુમે છે ગરબે? જાણો સદુમાતાની પોળની આ પરંપરા

ABOUT THE AUTHOR

...view details