મહેસાણા: વડાપ્રધાનના 74 મા જન્મદિવસે આજે વડાપ્રધાનના વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. વડનગરના હાટકેશ્વર મંદિરે વડાપ્રધાનના દીર્ધાયું આયુષ્ય માટે વિશેષ પૂજા કરી પ્રાર્થના કરવામાં આવી હતી. વડાપ્રધાનના વતન વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેના પગલે ઐતિહાસિક અને સ્વયંભૂ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનના દીર્ધાયુ આયુષ્ય માટે ભગવાન હાટકેશ્વર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
PM મોદીના શૈશવકાળની વાતો: મંદિરના પૂજારી નિરંજન શાસ્ત્રીએ જૂની વાતો અને ઇતિહાસ વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના બાળપણમાં અહીં પાસે આવેલ બી.એન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિશેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા હતા. બાજુના મેદાનમાં નરેન્દ્ર મોદી શાળા રિશેસ દરમિયાન રમવા પણ આવતા હતા.