પાલનપુર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અંતરિયાળ તેમજ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારના બાળકોના અભ્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળી 25,000 નોટ બૂકો બનાવવામાં આવી એવા વિદ્યાર્થીઓને નિશુલ્ક આપવામાં આવી હતી.
બનાસકાંઠાના નિસ્વાર્થ સેવા સંગઠને, વડાપ્રધાનના ફોટાની ફ્રેમ બનાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - Record of Niswarth Seva Sangathan - RECORD OF NISWARTH SEVA SANGATHAN
બનાસકાંઠાના પાલનપુરમાં નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અંતરિયાળ તેમજ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારના બાળકોના અભ્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળી નોટ બૂકો વિદ્યાર્થીઓને નિશુલ્ક આપવામાં આવી.
Published : Jul 10, 2024, 10:44 AM IST
વડાપ્રધાનનો 20/30નો ફોટો પેન્ટ કરાવી 5000 નોટ બૂકો દ્વારા આત્મનિર્ભર ભારતના સ્લોગન સાથે ફોટાની ફ્રેમ બનાવવામાં આવી હતી તેની નોંધ ગ્લોબલ બુક ઓફ એક્સિલન્સ ઇંગ્લેન્ડ દ્વારા લેવાઈ હતી. જેના લીધે શનિવાર સાંજે મુંબઈ મેરીઅટ હોટલ ખાતે અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામની શ્રી મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ, પૂર્વ સેક્રેટરી પ્રાઇમ મિનિસ્ટર મોરેશિયસ રામ બોરન હાજરી આપી હતી.
આ સિવાય ફિલ્મ જગતની હસ્તીયા પણ હાજર હતી જેમાં દાદા સાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર પુશલકર, ઈન્ડિયન ટેલિવિઝન એન્ડ ફિલ્મ એક્ટર ક્રિષ્ના ભારદ્વાજ, ઇન્ડિયન ટેલિવિઝન એક્ટ્રેસ ચારુલ મલિક દ્વારા નિસ્વાર્થ સેવા સંગઠનના વર્લ્ડ રેકોર્ડનું સન્માન પત્ર પ્રમુખ નીતિન ઠાકોરને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.