ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નવ વર્ષના બાળકે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત...કારણ છે કંઈક આવું! - A minor committed suicide

આજકાલ આત્મહત્યાના બનાવો આટલા વધી રહ્યું છે અને તેમ પણ આ પાછળના કારણો જાણીએ તો માત્ર નજીવા હોય છે. એવી જ રીતે જામનગરમાં 9 વર્ષના સગીરે આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે આત્મહત્યાનું કારણ એ માત્ર સાઇકલ ચાલવવાની ના પડી હતી એ જ હતું. સંપૂર્ણ બાબત જાણવા વાંચો આ અહેવાલ. A minor committed suicide

9 વર્ષીય લક્કીને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા
9 વર્ષીય લક્કીને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 12:29 PM IST

જામનગરમાં નવ વર્ષના બાળકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો (Etv Bharat Gujarat)

જામનગર:જિલ્લાના દરેડ GIDCમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારના 9 વર્ષના બાળકને માતાએ સાયકલ ચલાવવા જેવી નજીવી બાબતે ઠપકો આપતા પુત્રએ ગળે ફાંસો ખાઇને મોતને ગળે લાગ્યો હતો. આ બાબતે ખબર પડતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, દરેડ GIDC ફેસમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો 9 વર્ષીય લક્કી કમલ જાટ નિત્યક્રમ મુજબ ગઇકાલે સવારે સાયકલ ચલાવવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. જેથી તેની માતાએ સાયકલ ચલાવવાની ના કહેતા બાળકને મનમાં ખોટું લાગી આવ્યું હતું. ત્યારબાદ તેણે ઓરડીમાં જઇને પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો:પરિવારજનોની નજરે આ ઘટનાની જાણ થતાંં તેઓએ 9 વર્ષીય લક્કીને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડૉક્ટર તેને તપાસ કરી અને તેને સારવાર આપે તે પહેલાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવની જાણ થતાં ઇન્ચાર્જ પીએસઆઇ એ. કે. પટેલ અને શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. બાળકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

  1. સુરતમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર, સુમિત ગોયેંકા એક દિવસના રિમાન્ડ પર - Sumit Goenka on one day remand
  2. સુરત એરપોર્ટ પર ફલાઇટની સંખ્યા ઘટી, પણ યાત્રીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો - Surat International Airport

ABOUT THE AUTHOR

...view details