ગુજરાત

gujarat

ETV Bharat / state

NFSU Seminar: પોલીસ વિભાગને વધુ આધુનિક બનાવવાના પડકાર પર સરકાર કામ કરી રહી છે-અમિત શાહ - ઓનલાઈન ડેટાબેઝ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ વિભાગને આધુનિક બનાવા પર સરકારના પ્રયત્નો વિશે જણાવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયાના દરેક હિતધારકોને ફોરેન્સિક સાયન્સ સાથે જોડવામાં નહિ આવે ત્યાં સુધી આપણને લાભ થશે નહીં. ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ઈન્વેસ્ટિગેશન, પ્રોસીક્યુશન અને જસ્ટિસ માટે કરવો જોઈએ. NFSU 'behavioral forensic' Seminar Police Department Amit Shah

પોલીસ વિભાગને વધુ આધુનિક બનાવવાના પડકાર પર સરકાર કામ કરી રહી છે
પોલીસ વિભાગને વધુ આધુનિક બનાવવાના પડકાર પર સરકાર કામ કરી રહી છે

By PTI

Published : Jan 23, 2024, 8:05 PM IST

ગાંધીનગરઃ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના 'behavioral forensic' નામક એક સેમિનારમાં ભાગ લીધો હતો. તેમણે પોલીસ વિભાગને સરકાર કઈ રીતે વધુ આધુનિક બનાવી રહી છે તેના પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર પોતાના પાયાગત માળખામાં ફેરફાર કર્યા સિવાય ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ વિભાગને આધુનિક બનાવવાના મોટા પડકાર પર કામ કરી રહી છે. ટેકનોલોજી ઝડપથી વધી રહી છે. તેથી પોલીસે ગુનેગારોથી 2 પેઢી આગળ રહેવાની જરુર છે.

તેમણે કહ્યું કે, ત્રણ નવા અપરાધિક કાયદાઓના અમલીકરણથી આવનારા 5 વર્ષોમાં દેશની જ્યુડિશિયલ સિસ્ટમ(ગુનાઓ સંદર્ભે) સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કારગત સાબિત થશે. તેમણે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયાના દરેક હિતધારકોને ફોરેન્સિક સાયન્સ સાથે જોડવામાં નહિ આવે ત્યાં સુધી આપણને લાભ થશે નહીં. ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ઈન્વેસ્ટિગેશન, પ્રોસીક્યુશન અને જસ્ટિસ માટે કરવો જોઈએ. હવે ફોરેન્સિક સાયન્સીસનું શિક્ષણ મેળવીને આપણે આગળ વધવું જોઈએ.

આપણે આઝાદીના 100મા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે હું અપરાધિક ન્યાય પ્રણાલિ સામે 4 પડકારો જોઈ રહ્યો છું. જેમાં મૂળ પાયાગત માળખાને બદલ્યા વિના પોલીસ વિભાગનું આધુનિકરણ સામેલ છે. આ આધુનિકરણમાં ટેકનોલોજીને સામેલ કરવી અમારા માટે બહુ મોટો પડકાર છે.

તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેકનિકથી પેદા થતા હાઈબ્રીડ અને બહુ આયામી જોખમો આપણી સામે બહુ મોટા પડકારો છે. આપણી સુરક્ષા પ્રણાલિ માટે એક ખાસ નેટવર્કની જરુર છે. અમિત શાહે આગળ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવ હજારથી વધુ વૈજ્ઞાનિક, અધિકારીઓ અને ફોરેન્સિક અધિકારીઓની જરુરિયાત પૂરી કરવા માટે નિર્ણયો લીધા છે. જેમની ભરતી દર વર્ષે કરવી જરુરી છે.

અમિત શાહે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ વિભાગે છેલ્લા 5 વર્ષોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વિશાળ ડેટાબેઝ બનાવવા સખત મહેનત કરી છે. 8 કરોડથી વધુ ઈ એફઆરઆઈ નોંધવામાં આવી છે. જે દેશના 7 પોલીસ સ્ટેશન સિવાય દરેક પોલીસ સ્ટેશનને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોને પણ ટેકનોલોજી પૂરી પાડવામાં આવી છે.

બાકીના પોલીસ સ્ટેશનને સત્વરે ટેકનોલોજીથી સાંકળવા પર કામ ચાલી રહ્યું છે. 15 કરોડથી વધુ પ્રોસીક્યુશનના કેસનો ડેટા દરેક ભારતીય ભાષામાં ઓનલાઈન અવાઈલેબલ કરવામાં આવ્યો છે. ઈ-જેલ પ્રણાલિનો ઉપયોગ કરીને 2 કરોડથી વધુ કેદીઓનો ડેટાબેસ સંકલિત કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષોમાં 19 લાખ ફોરેન્સિક રિપોર્ટ્સને પણ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેફી પદાર્થોની હેરફેર કરતા, યૌન અને સગીર અપરાધીઓનો ઓનલાઈન ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 25 વર્ષોના આતંકવાદના મામલા ઓનલાઈન અવાઈલેબલ છે. અમે દરેક પ્રકારના ડેટાનું વિશ્લેષણ વિક્સિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સોફ્ટવેર બનાવી રહ્યા છીએ. આ સમગ્ર વ્યવસ્થા નવા બનેલા 3 અપરાધિક કાયદા અંતર્ગત કાર્યરત થશે. આ મેં સંસદમાં પણ જણાવ્યું હતું. NFSUના કુલ 9 પરિસર કાર્યરત છે, બીજા 9 બની રહ્યા છે. યુગાન્ડામાં પણ NFSUનું એક યુનિટ કાર્યરત છે.

  1. Amit Shah In Mumbai: અચાનક મુંબઈની હોસ્પિટલમાં કેમ પહોંચ્યા અમિત શાહ, મુકેશ અંબાણી પણ દોડી આવ્યાં
  2. Tur Dal Procurement : તુવેરદાળ ખરીદી પ્લેટફોર્મ લોન્ચ થયું, જાણો ખેડૂતોને કેવી રીતે મળશે ફાયદો

ABOUT THE AUTHOR

...view details