વલસાડ:ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓના જળસ્તર વધવા લાગ્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે. વલસાડ જિલ્લાના હિંગળાજ ગામમાં ઔરંગા નદીનું પાણી ઘુસી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં તેમજ પાણીમાં ફસાઈ જવાના કારણે 7 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
વલસાડમાં સ્થિતિ વણસી, ઔરંગા નદીનું પાણી હિંગળાજ ગામમાં ઘુસ્યુ, 7 લોકોનું NDRFએ કર્યુ રેસ્ક્યૂ - heavy rain in Valsad - HEAVY RAIN IN VALSAD
દક્ષિણ ગુજરાતમાં ફરી એક વાર એક મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, તાપી, નવસારી બાદ વલસાડ જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક બનવા લાગી છે. વલસાડ જિલ્લાના હિંગળાજ ગામમાં ઔરંગા નદીનું પાણી ઘુસી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં તેમજ પાણીમાં ફસાઈ જવાના કારણે 7 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. NDRF rescues seven people from valsad
![વલસાડમાં સ્થિતિ વણસી, ઔરંગા નદીનું પાણી હિંગળાજ ગામમાં ઘુસ્યુ, 7 લોકોનું NDRFએ કર્યુ રેસ્ક્યૂ - heavy rain in Valsad વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2024/1200-675-22128975-thumbnail-16x9-jpg-new.jpg)
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી (ANI)
By ANI
Published : Aug 5, 2024, 8:38 AM IST
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી (ANI)
એનડીઆરએફના નિરીક્ષક રમેશ કુમારે જણાવ્યું હતું કે, "અમને જિલ્લા વહીવટી તંત્ર તરફથી માહિતી મળી હતી કે ઔરંગાબાદ નદીમાં સતત વરસાદ અને ભારે ભરતીના કારણે નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવી ગયા હતા. જેના કારણે 7 લોકો ફસાયા હતા. હિંગળાજ ગામમાં તેઓ માછીમારી કરવા ગયા હતા અને તેમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહોતો કારણ કે અમે તેમને બહાર કાઢ્યા છે.