વડોદરાઃવડોદરાને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં આપત્તિ જેવા સમયમાં પણ એક સંસ્કારી ભૂમિકા પણ જોવા મળી છે. વડોદરા જિલ્લા સહિત શહેરમાં પણ ભારે વરસાદને લઈને ચિંતાનો માહોલ છે. ઠેરઠેર પાણીને કારણે નીચાણ વાળા વિસ્તારોના લોકો માટે તો પોતાના જીવન સાથે સાથે જીવનભરની કમાણી અને વસાવેલી વસ્તુઓને લઈને પણ ચિંતાઓ જોવા મળી રહી છે. જોકે આવા સમયે જીવ બચાવે તેને દેવદૂત સાથે લોકો સરખાવી રહ્યા છે. હાલમાં જ એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) દ્વારા લોકોના જીવ બચાવાયા છે.
બાળકો-વૃદ્ધોનો થયો બચાવ
હાલમાં વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાંથી જ ફાયર વિભાગ દ્વારા 400થી 800 જેટલા લોકોને સલામત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અહીં વડોદરાના એનડીઆરએફના જાંબાજ જવાનો દ્વારા 655 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકથી માંડી વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટરે પણ વડોદરામાં NDRFને કહ્યું થેન્ક્યૂ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર રાધા યાદવ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે. તે પોતાના પરિવાર સાથે પૂરમાં ફસાઈ ગઈ હતી. તેમને આખરે રેસ્ક્યૂ કરીને એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટુકડીએ સલામત બહાર કાઢ્યા હતા. જેને લઈને રાધા યાદવે પોતાા ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને એનડીઆરએફનો આભાર વ્યક્ત કર્યો હતો. 24 વર્ષની રાધા યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ખુબ ખરાબ સ્થિતિમાં ફસાઈ ગયા છીએ. અમને બચાવવા માટે એનડીઆરએફનો ખુબ ખુબ આભાર.
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે: પૂરગ્રસ્ત લોકોની સ્થિતિ નિહાળી ઉચ્ચ સ્તરે બેઠક યોજી - Harsh Sanghvi visited Vadodara
- મધુવંતીનું પાણી ભાદરમાં જવાને બદલે ભાદર જ જુનાગઢ-પોરબંદર વચ્ચેના ઘેડ વિસ્તારમાં ફરી વળી, સમગ્ર પંથક જળબંબાકાર - Gujarat Flood Updates