ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગનીઆગાહીને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ - Navsari storm - NAVSARI STORM

નવસારીમાં હવામાન વિભાગ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પવન ફૂંકાવાના કારણે ચેતવણી આપવામાં આવી છે. તેને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. અને દરિયાઈ વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે. અન્ય કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તંત્ર દ્વારા, જાણો આ અહેવાલમાં. Navsari storm

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 7:14 PM IST

નવસારી: ભારે પવનો સાથે વંટોળ આવવાથી તેમજ હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2 જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠે એટલે કે ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કિનારાના વિસ્તારને બંધ કરવામાં આવ્યો છે. તેમજ સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 29 મે થી 2 જૂન સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે (Etv Bharat Gujarat)

ભરતી બાદ દરિયામાં કરંટ જોવા મળશે: મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આજે સવારથી દાંડીના દરિયા કિનારે પવનોની ઝડપ જોવા મળી હતી, જોકે ઓટ હોવા છતાં પવનોને કારણે દરિયો કિનારાની નજીક મોજા પણ ઉંચા ઉછળી રહ્યા હતા. બપોરે ભરતી શરૂ થયા બાદ દરિયામાં કરંટ જોવા મળશેની સ્થાનિકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કોઈ પણ દરિયામાં ન જઈ શકે.

વહીવટી તંત્ર સતર્ક થયું: જો કે, બીજી તરફ દરિયાકાંઠે 20-30 કિમીની ઝડપે તેમજ દરિયામાં 50 કિમીની ઝડપ કરતા વધુ પવન ફૂંકાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જયારે ગ્રામ્ય સ્તરે TDO અને તલાટીઓને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. ત્યારે વંટોળ ફૂંકાય ત્યારે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક થયું છે.

હવામાન વિભાગનીઆગાહીને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ (Etv Bharat Gujarat)

તંત્ર દ્વારા લેવાયા પગલાં: દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલ જણાવ્યું હતું કે, હાલમાં દાંડીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી વહીવટી તંત્ર એ સહેલાણીઓને અહી આવવાની મનાઈ કરી છે, તે ખૂબ સારી બાબત છે કારણ કે, સહેલાણીઓ આવા માહોલમાં દરિયાકિનારે અથવા તો દરિયામાં જાય તો મોટી હોનારત ઘટી શકે તેમ છે. તેથી વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે, તે ખૂબ યોગ્ય નિર્ણય છે.

29 મે થી 2 જૂન સુધી રાજ્યમાં ભારે પવનની સંભાવના: ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંત ગામીતે આ બાબત પર જણાવ્યા કહ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ 29 મે થી 2 જૂન સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. દરિયા કિનારાને બંધ રાખવામાં આવ્યા છે. આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને એલર્ટ રાખવામાં આવ્યા છે. તેમજ કોઈ દુર્ઘટના ન બને તે માટે જાહેર જનતાને પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવે છે. કાંઠા વિસ્તારમાં પણ ટીડીઓ અને તલાટીઓને જાણકારી આપી સતર્કતા રાખવા કહેવામાં આવ્યું છે.

  1. શું ગુજરાતની ગરમીથી ત્રાસી ગયા છો? કઈ જગ્યા અત્યારે ઠંડી છે જ્યાં ટ્રીપ પ્લાન કરી શકાય? જાણો આ રિપોર્ટમાં - TOURISM WEATHER UPDATE
  2. કેરળમાં બે દિવસ પહેલા ચોમાસાનું આગમન, અનેક શહેરોમાં થશે ભારે વરસાદ: હવામાનની વિભાગની આગાહી: - keral weather forcast update

ABOUT THE AUTHOR

...view details