નવસારી: લોકસભા ચુંટણીનો માહોલ જામી રહ્યો છે, ગુજરાતમાં હવે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ રૂખી સમાજના કાર્યક્રમમાં રાજપૂતો માટે કરેલા નિવેદનનો વિરોધ શમવાની જગ્યાએ વધુ ઉગ્ર બને એવી સંભાવના જોવાઈ રહી છે. ત્યારે આજે નવસૈરના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ સાથે રાજપૂતોએ નવસારી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરી હતી. જેમાં પુરૂષોત્તમ રૂપાલાએ અંગ્રેજો સાથે રોટી બેટીના વહેવારની વાત કરી રાજપૂતોની બહેન અને દીકરીઓની ઈજ્જત પર વાર કર્યો, જેથી પુરૂષોત્તમ રૂપાલાને માફ કરી શકાય એમ નથી. ગુજરાતના 70 લાખ અને દેશના 22 કરોડ રાજપૂતો છે, જેમાંથી 75 ટકા રાજપૂતો ભાજપ સમર્પિત છે. જેથી રાજપુત સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂપાલાની ટિકીટ કાપવાની માંગ કરી હતી.
નવસારીમાં રાજપૂત કરણી સેનાએ રૂપાલા વિરૂદ્ધ કલેક્ટરને આપ્યું આવેદન, ટિકિટ કાપવાની કરી માંગ - navsari news - NAVSARI NEWS
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી, પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી
રૂપાલાની ટિપ્પણીના વિરોધમાં નવસારી રાજપૂત કરણી સેનાએ જિલ્લા અધિક કલેક્ટરને આપ્યું આવેદન
Published : Apr 8, 2024, 4:08 PM IST
માંગણી ન સ્વિકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી: રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના દક્ષિણ ગુજરાતના પ્રભારી અજયસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં અમે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલાની લોકસભા ચૂંટણીને લઈને આપવામાં આવેલી ટિકિટ કાપવામાં આવે એવી સમસ્ત રાજપૂત સમાજની માંગણી છે જો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન પણ અમે કરીશું.