દાદી અને પૌત્રના પ્રેમનું બંધન નવસારી : નવસારીમાં રહેતા અને પાલિકાના વોર્ડ નંબર ત્રણના નગરસેવક અશ્વિન કાસુન્દ્રાનું મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરના કારણે લાંબા સમયની માંદગી બાદ મુંબઈ ખાતે ગઈકાલે સવારે 3:30 કલાકે અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નવસારી લાવવામાં આવ્યો હતો. જેના સમાચાર સાંભળી તેમના 93 વર્ષના દાદી લક્ષ્મીબેન આઘાતમાં સરી પડ્યા હતાં અને પોતાના લાડકવાયા પૌત્રના વિરહમાં સાંજે 5:30 વાગ્યે પોતાના વતન મોરબીમાં તેમણે પણ પોતાના પ્રાણ ત્યજી દીધાં હતાં. એક જ દિવસે એક જ પરિવારના બે સભ્યોના અવસાનથી તેમનો પરિવાર તેમ જ નવસારી અને મોરબી ખાતે રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારોમાં પણ આ બનાવ બાદ દુઃખ સાથે ચોંકી ગયાં હતાં.
સમાજના અગ્રણી કાંતિ પાંચોટિયાએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં કહેવત છે કે મુદ્દલ કરતા વ્યાજ વહાલું લાગે છે નવસારીમાં પણ પૌત્ર દાદીના પ્રેમને અમર કરતો એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. જેમાં નવસારીના નગરસેવક અશ્વિનભાઈ કાસુન્દ્રાનું નિધન થતા સમગ્ર ઘટનાની જાણ સૌરાષ્ટ્ર ખાતે રહેતા તેમના દાદીને કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળતા જ એમના દાદીએ પણ આઘાતમાં સરી પડી પોતાના પ્રાણ ત્યાગી દીધા હતાં. આ બનાવથી નવસારીના સૌરાષ્ટ્રવાસીઓમાં ખૂબ દુઃખની લાગણી જોવા મળી રહી છે...કાંતિ પંચોટિયા (સામાજિક અગ્રણી)
અશ્વિન કાસુન્દ્રા સક્રિય રાજનેતા : 2010થી 2024 સુધી અશ્વિન કાસુન્દ્રાએ છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણ સહિત નગરપાલિકામાં નગરસેવકની ભૂમિકા સહિત મહત્વની જવાબદારી નિભાવી હતી. જેમાં પાલિકા ઉપ્રપ્રમુખ, શાસક નેતા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,વોટર વર્કસ ચેરમેન,બાંધકામ કમિટી ચેરમેન,જવાબદારી નિભાવી હતી. છેલ્લા લાંબા સમયથી તેમને મલ્ટી ઓર્ગન ફેલિયોરની સમસ્યા હતી. જેને લઈને તેઓ સારવાર કરાવી રહ્યા હતાં. છેલ્લા થોડા સમયથી તેમની સારવાર મુંબઈ ખાતે કરવામાં આવી રહી હતી. જેમાં આજે વહેલી સવારે 3:30 કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતાં.
પૌત્રના નિધનથી દાદીનું આઘાતથી મોત : તેમના અવસાનના સમાચાર નવસારી શહેરમાં વાયુવેગે ફેલાતા તેમના મિત્રો સહિત પરિવારમાં વજ્રઘાત થયો હતો. શહેરની પ્રાથમિક સમસ્યા હલ કરવામાં ભૂતકાળમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષ્મીબેન કાસુન્દ્રાને ચાર પુત્રો છે જેમાં બે પુત્ર નવસારી અને બે મોરબી ખાતે રહે છે. ચારેય હયાત છે પરિવારમાં સૌથી લાડકવાયા અને દાદીનો લાડીલો પૌત્ર અશ્વિનનું નિધન થતાં આ સમાચાર સાંભળી દાદી આઘાતમાં સરી પડ્યા હતાં અને તેમણે પણ અનંતની વાત પકડતા મોરબી તેમજ નવસારીમાં એક જ દિવસે બે અંતિમયાત્રાઓ નીકળી હતી.
- Rajkot Crime: ધોરાજીની સગીરા ગાયબ થતા દાદીએ મોતને વ્હાલું કર્યું
- Navsari News: જનેતા એ જનેતા છે, પછી ભલે તે રાણી પશુ દીપડી કેમ ના હોય ???