ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime: નવસારી એલસીબીએ 364 એસી ચોરીનો કેસ કેવી રીતે ઉકેલ્યો? કડીથી કોલકાતા જતાં શું ખેલ થયો? - Navsari Crime - NAVSARI CRIME

ગરમીએ માઝા મૂકી છે ત્યારે એર કન્ડિશનરની બજારમાં ભારે માગ ઉઠી છે. તેવામાં જાણીતી કંપનીના એસીની ડીલીવરી લેઇને કડીથી નીકળેલા ટ્રકચાલકે ધંધાના નામે ધાડ પાડી એસી બારોબાર સગેવગે કરી નાંખ્યાં હતાં. ફરિયાદને પગલે પોલીસ દોડતી થઇ હતી અને ભારે જહેમત ઉઠાવીને આખી ટોળકી દબોચી છે. ચોરટોળકીએ કેટલા એસી વેચી કાઢ્યાં ને કેટલા નવસારી પોલીસે જપ્ત કર્યાં જાણો અહેવાલમાં. Navsari LCB unfolds the 364 AC stealing case

364 એસી ચોરીનો કેસ ઉકેલતી નવસારી એલસીબી, કડીથી કોલકાતા જતાં ખેલ થયો
364 એસી ચોરીનો કેસ ઉકેલતી નવસારી એલસીબી, કડીથી કોલકાતા જતાં ખેલ થયો (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 11:18 AM IST

Updated : May 22, 2024, 2:44 PM IST

નવસારી : ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીથી હિટાચી કંપનીના એર કન્ડિશનર મશીન ભરીને નીકળેલા ટ્રક ચાલકે નવસારીમાં સગેવગે કર્યાની ફરિયાદ નોંધાતા હરકતમાં આવેલી નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી નવસારી શહેરના વેરાવળ ખાતેથી ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરનાર એક સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યા હતા. સાથે જ નવસારીના ગોડાઉનમાંથી 180 AC મશીન કબ્જે કરીને તપાસને વેગ આપ્યો હતો.

કડીથી કોલકાતા મોકલાયાં હતાં એસી :ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં આવેલ હિટાચી કનોનીમાંથી ગત 17 મે, 2024ના રોજ 43.50 લાખ રૂપિયાના 140 આઉટડોર અને 224 ઇનડોર મળી કુલ 364 AC મશીનો રાજસ્થાનની ટ્રકમાં ભરીને ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણ કોલકાતાના મોલ્લબર સ્થિત અંબે વેરહાઉસ પ્રા. લિ. ખાતે લઈ જવા નીકળ્યો હતો. પરંતુ રાજેન્દ્રસિંહે કલકત્તા જવાને બદલે નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના સંદલપોર ગામ નજીકની હોટલના કંપાઉન્ડમાં પહોંચ્યો હતો.

નવસારીમાં આદિલ અનીસ પેચકરે ઉઠાવ્યા એસી : અહીં અગાઉથી નક્કી થયા મુજબ નવસારીના વિરાવળના લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા આદિલ અનીસ પેચકરે ઉઠાવી લીધાં હતા. જેમાંથી 180 એસી પોતાની પાસે સંસ્કૃતિ શોપિંગ સેન્ટરના પોતાના ગોડાઉનમાં રાખ્યા હતા, જ્યારે બાકીના સુરતના ભેસ્તાન ખાતે રહેતા અમ્માર ઝાકીરઅલી વોરાને આપ્યા હતાં. સમગ્ર મુદ્દે કંપનીને જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી તપાસ થઇ :એસી ચોરાવાની ફરિયાદની તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે હાઇવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલાન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી એક પછી એક કડી જોડી એસી સગેવગે કરનારા આદિલ પેચકરના ગોડાઉન સુધી પહોંચ્યા હતા. જ્યાંથી પોલીસે આદિલના ભાઈ 25 વર્ષીય આસીમ પેચકરની ધરપકડ કરી ગોડાઉનમાંથી 32.74 લાખના આઉટડોર અને ઈનડોર મળી કુલ 180 એસી મશીનો કબ્જે લીધા હતા.

એક પછી એક ચોરનો પર્દાફાશ થયો :પોલીસે આસીમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કડકાઇથી પૂછપરછ કરતા ટ્રક માલિક અને રાજસ્થાનના રાજસમદ જિલ્લાના ગોપાલસિંગ યોગસિંગની સંડોવણી હોવાનું સામે આવતા, ધંધાના નામે ધાડ પાડનારા ટ્રક માલિકની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આદિલ પેચકર, અમ્માર વોરા તેમજ ટ્રક ચાલક રાજેન્દ્રસિંગ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી ત્રણેયને પકડવાની કવાયત હાથ ધરી છે.

મહેસાણાના કડી ખાતેથી હિટાચી કંપનીના એસી 364 નંગ ભરેલી ટ્રક પશ્ચિમ બંગાળ કોલકાતા જવા માટે નીકળી હતી. પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ ન જતા નવસારી તરફ આવી હતી અને હાઇવે પર ટ્રક ઉભી રાખી તેમાંથી એસી ઉતારી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ ડ્રાઇવર એ ટ્રક લઈને ભાગી ગયો હતો. તેથી એસી જ્યાં પહોંચાડવાના હતાં ત્યાં પહોંચાડવામાં આવ્યા ન હતાં. તેથી પોલીસે 407નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં નવસારી એલસીબી પોલીસે હાઇવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી એક પછી એક કડી જોડી AC સગેવગે કરનારા આદિલ પેચકરના ગોડાઉન સુધી પહોંચ્યા હતાં. જ્યાંથી પોલીસે આદિલના ભાઈ 25 વર્ષીય આસીમ પેચકરની ધરપકડ કરી, ગોડાઉનમાંથી 32.74 લાખના આઉટડોર અને ઈનડોર મળી કુલ 180 AC મશીનો કબ્જે લીધા હતા. પોલીસે આસીમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કડકાઇથી પૂછપરછ કરતા ટ્રક માલિક અને રાજસ્થાનના રાજસમદ જિલ્લાના ગોપાલસિંગ યોગસિંગની સંડોવણી હોવાનું સામે આવતા, ટ્રક માલિકની પણ ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આદિલ પેચકર, અમ્માર વોરા તેમજ ટ્રક ચાલક રાજેન્દ્રસિંગ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી ત્રણેયને પકડવાની કવાયત હાથ ધરી છે...વી. એન. પટેલ ( નાયબ પોલીસ અધિક્ષક )

મુખ્ય આરોપી હજુ ફરાર : એસી મશીનોને કંપનીમાંથી સેટિંગ કરીને ઓછા ભાવે પડાવી લેવાની ઘટનામાં હજી સુધી મુખ્ય આરોપી આદિલ અને અમ્માર પોલીસને હાથે લાગ્યા નથી. જેથી કંપનીના નવા નક્કોર એસી ચોરી કરાવવામાં કઈ તિકડમ લગાવી હતી, સાથે જ કંપનીના માણસો ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ એના ઉપરથી પરદો ઉંચકાયો નથી. જોકે પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

  1. ગરીબ રથ એક્સપ્રેસના 2 એસી કોચ ગાયબ, કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જર્સ કોચ શોધતા રહ્યા - 2 AC Coaches Missing
  2. Fraud Case In Surat : દસ દિવસમાં પેમેન્ટ આપવાનું કહી 5 વેપારીઓનું બુચ મારનાર ઝડપાયો
Last Updated : May 22, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details