ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં - Application of Navsari Congress - APPLICATION OF NAVSARI CONGRESS

રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓની ટિપ્પણી એક જોખમી સ્તર પર પહોંચતી દેખાતાં નવસારી કોંગ્રેસ દ્વારા આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેથી કોંગ્રેસે નવસારી પોલીસવડાને આવેદન પાઠવ્યું હતું. Application of Navsari Congress

રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં
રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 10:23 PM IST

નવસારી: રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓની ટિપ્પણી એક જોખમી સ્તર પર પણ પહોંચતી નજરે આવતા નવસારી કોંગ્રેસે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ મામલાને લઈને નવસારી પોલીસવડાને આવેદન પાઠવ્યું હતું.

નવસારી કોંગ્રેેસે પોલીસવડાને આવેદનપત્ર: ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન અને તેમની હત્યા કરવા જેવા ખૂબ જ ગંભીર નિવેદનો દેશના અલગ અલગ સ્થળ અને જાહેર મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યા હતા. જેના વિરોધમાં નવસારી કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપીને બેફામ વાણીવિલાસ અને હત્યા જેવી ધમકી આપનારા ભાજપના નેતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં (etv bharat gujarat)

ભાજપના નેતાઓએ આપી ધમકી: છેલ્લા એક અઠવાડિયાથી દેશના અલગ અલગ રાજ્યો અને સ્થળો પરથી ભાજપના ચૂંટાયેલા નેતાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોની સાથે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિઓએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અને તેમની હત્યા કરી દેવી જોઈએ. આવા ખૂબ જ ગંભીર નિવેદનો અલગ અલગ સ્થળે જાહેર મંચ પરથી આપ્યા હતા.

કોંગ્રેસ દ્વારા કાર્યવાહીની માંગ: નવસારી કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તાકીદે વાણીવિલાસ અને હત્યા જેવી ધમકી આપનારા ભાજપના નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તે માટેની માંગ કરાઈ હતી. જેમાં જાહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા અને તેમને મારી નાખવાની ધમકી આપનારા નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો:

  1. દાહોદ: પ્રાથમિક શાળામાંથી 6 વર્ષિય બાળકીનો મૃતદેહ મળ્યો, પોલીસ લાગી તપાસમાં - Death of a 6 year old girl
  2. પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસી આગેવાનોએ SPને આપ્યું આવેદનઃ UPના મંત્રીના રાહુલ ગાંધી વિરુદ્ધના વાણી વિલાસનો મામલો - Patan Congress for Rahul Gandhi

ABOUT THE AUTHOR

...view details