સી આર પાટીલ (Etv Bharat Gujarat) નવસારી: નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ આજે કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સી. આર. પાટીલે પાણીના સંગ્રહ પર ભાર મૂકી કરી મહત્વની વાત કરી હતી.
પદગ્રહણ સમારંભ (Etv bharat Gujarat) નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ આજે કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સી. આર. પાટીલે નવનિયુક્ત પ્રમુખ સહિત તેમની ટીમને બેચ આપી પદગ્રહણ કરાવી શુભેચ્છા આપી હતી. સાથે જ નવસારીના ઉદ્યોગકારોને પણ સન્માનિત કર્યા હતા.
પદગ્રહણ સમારંભ (Etv Bharat Gujarat) સી આર પાટીલે કરી મહત્વની વાત....
આ પ્રસંગે સી. આર. પાટીલે પાણીના સંગ્રહ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના કારણે થશે. પરંતુ ચોમાસામાં વરસાદનું પાણી દરેક ઘરના લોકો જમીનમાં ઉતારી સંગ્રહ કરતા થાય, તો સિઝનમાં અંદાજે 1 લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે અને એક ઘરનો વર્ષનો અંદાજે 40,000 લીટર ઉપયોગ હોય છે, તો 60 હજાર લીટર પાણી એક ઘર બચાવે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે નવસારી, ગુજરાત અને દેશને ઉદાહરણ પૂરું પાડે એ રીતે નવસારીજનો વોટર હાર્વેસ્ટિંગ કરતા થાય એવી અપીલ કરી હતી.
પદગ્રહણ સમારંભ (Etv Bharat Gujarat) આ સાથે જ તેમણે ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ એ પાણી વહી જાય છે, ત્યારે ડાંગમાંથી આવતું પાણી અટકાવવા અથવા એનો સંગ્રહ થાય એ માટે પ્રોજેક્ટ બનાવી કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયમાંથી એ પ્રોજેક્ટ ક્રિયાન્વિત કરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેથી ઉનાળામાં જે પાણીની સમસ્યા સર્જાય છે એનું નિરાકરણ આવી શકે અને નળ છે પણ પાણી નથીની ફરિયાદો પણ ઉકેલી શકાય એ માટેના પ્રયાસો કરવાની શરૂઆત કરી હોવાની માહિતી પણ આપી હતી.
સાગખેડૂ એ નારીયરી પૂનમના દિવસે દરિયા કિનારે દરિયાલાલની વિધિવત પૂજા કરી - Worship of the ocean
ભાભરમાં જુગારીયાઓ પર પોલીસ ત્રાટકી, અલગ અલગ રેડમાં 24 શકુનીઓ ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું - Sharavan Month Gambling