ગુજરાત

gujarat

ETV Bharat / state

દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ: વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી - Navratri 2024

આજથી નવરાત્રિના નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે ભારતના વિવિધ પ્રાંતોમાંથી ધંધા-રોજગાર માટે આવેલા અને કચ્છના વિકાસમાં સહભાગી બનેલા તેમજ ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના સ્થાપક એવા વિવિધ પ્રાંતના લોકો દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. Navratri 2024

દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ
દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 5:27 PM IST

કચ્છ: આજથી નવરાત્રિના નવલા નોરતાનો પ્રારંભ થયો છે. દરેક માઇભકતો પોતપોતાની રીતે માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે ભારતના વિવિધ પ્રાંતોમાંથી ધંધા-રોજગાર માટે આવેલા અને કચ્છના વિકાસમાં સહભાગી બન્યા છે તેવા વિવિધ પ્રાંતના લોકો કે જેમણે ઉતર ભારતીય કચ્છ સેવા સમાજ સ્થાપ્યું છે તેમના દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા દુર્ગાપૂજા:કચ્છના ગાંધીધામ ખાતે ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ ગાંધીધામ ખાતે જ્યારથી અસ્તિવમાં આવ્યું ત્યારથી અહીં સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારો બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણામાંથી આવેલ લોકોને એક સાથે રાખી વિવિધ ઉત્સવો ઉજવે છે. હાલમાં પણ અહીં ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા દાતાઓના સહયોગથી ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી (Etv Bharat Gujarat)

કોલકતાની માટીનું ઉપયોગ કરી મૂર્તિ બનાવાઈ:નવરાત્રિ દરમિયાન અહીં દુર્ગા મહોત્સવ ઉજવવા સમગ્ર સમાજના લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા અને માતાજીની પ્રતિમાનું સ્થાપન, હવન કરી સંસ્કૃતિ અનુરૂપ પૂજન-અર્ચનથી નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી. અહીં દુર્ગા માતાની મૂર્તિ કોલકતાના કારીગરો કે જે હાલમાં રાજકોટ ખાતે મૂર્તિ નિર્માણનું કાર્ય કરતા હોય છે તેમની પાસેથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો સાથે જ આ મૂર્તિમાં કોલકતાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી (Etv Bharat Gujarat)

9 દિવસ દરમિયાન વિવિધ આયોજનો: ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના આગેવાનો અને લોકો દ્વારા અહીં દરરોજ સવાર સાંજ આરતી ઉપરાંત દરરોજ વિવિધ આયોજનો જેવા કે સુંદર કાંડ, ભજન સંધ્યા, શ્રી અખંડ રામાયણ, ગરબા, સમાજના લોકો માટે ફેન્સી ડ્રેસ તેમજ ડાન્સ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.

વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી (Etv Bharat Gujarat)
દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ (Etv Bharat Gujarat)

સતત 7માં વર્ષે આયોજન: ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ સંસ્થાના મંત્રી જટાશંકર શાહીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, સતત સાતમા વર્ષે સમગ્ર આયોજન માટે દુર્ગા પૂજા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ઉત્તર ભારત વિસ્તારના કલાકારો અને અન્ય લોકો પણ હાજરી આપશે. ઉત્તર ભારતમાંથી આવી ગાંધીધામ સ્થાયી થયેલ લોકો વિવિધ આયોજનમાં સહભાગી થયા છે. ઉત્તર ભારતના લોકો મૂર્તિપૂજામાં વિશ્વાસ કરે છે જેને ધ્યાનમાં રાખીને દરરોજ જાગરણ જેવા કાર્યક્રમો પણ અહીં રાખવામાં આવ્યા છે.

વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી (Etv Bharat Gujarat)
વિવિધ પ્રાંતોમાંથી કચ્છમાં આવીને વસેલા લોકો દ્વારા નવરાત્રિની ઉજવણી (Etv Bharat Gujarat)

સરકારની સુચના મુજબ આયોજન: ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના સભ્ય અનિલ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા ધૂમધામથી આ મહોત્સવ મનાવવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. દુર્ગાપૂજાનું સમાજમાં ખૂબ મહત્વ હોય છે. પરિણામે નવરાત્રિ તેમજ દુર્ગા પૂજાના કરાયેલ આ આયોજનમાં ગુજરાત સરકારની નવરાત્રિ મહોત્સવ માટેની બહાર પાડવામાં આવેલી સૂચનાઓ મુજબ સીસીટીવી કેમેરા ઉપરાંત ફાયર સેફટીનું ધ્યાન પણ ભવન ખાતે રાખવામાં આવ્યું છે.

દુર્ગાપૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. મનમુકીને ગરબે ઘુમ્યા કેન્સરગ્રસ્ત વોરીયર્સ : રાજકોટમાં કેન્સર વોરિયર્સ માટે એક દિવસ ગરબાનું આયોજન - Navratri 2024
  2. ધરમપુરના રાજકુંવરબા દ્વારા 93 વર્ષ પહેલાની 300 ગરબા રચેલી પુસ્તક આજે પણ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ - Navratri 2024 Gharba book

ABOUT THE AUTHOR

...view details