ગુજરાત

gujarat

ETV Bharat / state

પાવી પાસે ભારજ નદી પર નેશનલ હાઇવે રોડનું ડાયવર્ઝન ધોવાયું, વાહનોની અવર જવર બંધ કરવામાં આવી - Diversion washed away near Jetpur - DIVERSION WASHED AWAY NEAR JETPUR

વડોદરા - છોટા ઉદેપુર નેશનલ હાઇવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા હાઇવે રોડનેં ડાયવર્ઝન પરથી પસાર થતાં વાહનો બંધ કરવામાં આવ્યા છે.

ભારજ નદી પર નેશનલ હાઇવે રોડનું ડાયવર્ઝન ધોવાયું
ભારજ નદી પર નેશનલ હાઇવે રોડનું ડાયવર્ઝન ધોવાયું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 6:23 PM IST

ભારજ નદી પર નેશનલ હાઇવે રોડનું ડાયવર્ઝન ધોવાયું (Etv Bharat Gujarat)

છોટા ઉદેપુર:વડોદરા છોટા ઉદેપુર હાઇવે રોડ કે જે મધ્યપ્રદેશનેં જોડતો નેશનલ હાઈ વે રોડ પર ભારજ નદી પર સિહોદ પાસેનો પુલ ક્ષત્તિગ્રસ્ત થતાં નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા પુલની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે વરસેલા વરસાદથી નદીમાં આવેલું પાણી ડાયવર્ઝનની ઉપરથી પસાર થતાં ડાયવર્ઝન પરનાં રોડનો ભાગ ધોવાયા જતાં, હાલ પૂરતો આ ડાયવર્ઝન ઉપરથી પસાર થતાં વાહનોનેં બંધ કરી વાયા રંગલી ચોકડીથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ડોદરા છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 મધ્યપ્રદેશનાં અલીરાજપુરનેં જોડતા આ નેશનલ હાઇવે રોડ પર સિહોદ પાસે ભારાજ નદી ઉપર આવેલો પુલ ક્ષત્તિગ્રસ્ત થતાં જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી પુલ ઉપરથી પસાર થતાં ભરદારી વાહનો પર પ્રતિબંધ મુકતા ભરદારી વાહનોનેં પુલની બાજુમાં પાઇપો ડાબીનેં ડાયવઝન છ મહિના પહેલા જ 2 કરોડ નાં ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

આજે ભારજ નદીમાં આવેલું પાણી પાઇપોમાંથી પસાર નહીં થતાં રોડ ઉપરથી પાણી વહેતા રોડ ધોવાયા જતાં મસ મોટુ ગાબડું પડી જતાં ડાયવર્ઝન પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ડાયવર્ઝન ધોવાયા જતાં સાંસદ જશુભાઈ રાઠવાએ પણ ક્ષત્તિગ્રસ્ત ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી. લોકોનેં હાલાકી નહીં પડે તે માટે જલ્દી થી જલ્દી ડાયવર્ઝનનું સમરકામ હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં મેઘરાજાની રી-એન્ટ્રી : મહીસાગરના કડાણા તાલુકામાં 459 mm વરસાદ નોંધાયો - Gujarat rainfall update

ABOUT THE AUTHOR

...view details