ગુજરાત

gujarat

ETV Bharat / state

વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ, નડિયાદ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો - KHEDA RAPE CASE

દોઢ વર્ષ અગાઉ ખેડાના એક ગામમાં 65 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ખેડા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 8 hours ago

ખેડા : દોઢ વર્ષ અગાઉ ખેડા જિલ્લાના એક ગામમાં 65 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયાનો બનાવ બન્યો હતો. હાલમાં જ આ કેસના આરોપીને ખેડા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ આરોપીને રૂ. 51,000નો દંડ ફટકારી દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.

65 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ :દોઢ વર્ષ અગાઉ ભોગ બનનાર વૃદ્ધ મહિલા પોતાના ઘર બહાર બેઠા હતા. ત્યારે હવસખોર નરાધમ અરવિંદ ચુનારા મહિલા એકલા હોય દુષ્કર્મના ઈરાદે તેમનું ગળું પકડી ઘસડીને ઘરની પાછળના ભાગે લઈ ગયો હતો. જ્યાં તેમને નીચે પાડી તેમના ગાલ પર બચકા ભરી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આરોપીને કોર્ટે સજા ફટકારી :આ મામલે માતર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ પ્રેમ તિવારીની દલીલો અને પુરાવાને ધ્યાને લઈ ખેડા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી અરવિંદ ઉર્ફે કટીલો ઈશ્વરભાઈ ચુનારાને આજીવન કેદની સજા અને રૂ. 51,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમમાંથી ભોગ બનનારને રૂ. 50,000 ચૂકવી આપવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે.

ભોગ બનનારને વળતર ચૂકવાયું :સરકારી વકીલ પ્રેમ આર. તિવારીએ જણાવ્યું કે, નામદાર કોર્ટે 14 સાક્ષીઓ અને 18 દસ્તાવેજી પુરાવા તેમજ દલીલોને ધ્યાને લઈ સજા કરી હતી. સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા ગુનાઓ અવારનવાર બનતા હોય સમાજમાં દાખલો બેસે તે ધ્યાને લઈ સખત સજા કરવા દલીલો કરતા કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. તેમજ CRPC કલમ 357(એ)હેઠળ ભોગ બનનારને રૂ. 4,00,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

  1. ખેડામાં કુખ્યાત સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ, શું છે મોડસ ઓપરેન્ડી?
  2. ડ્રગ્સ સાથે ઝડપાયો કેરળનો યુવાન, રાજકોટ જતી ખાનગી બસમાંથી પોલીસે દબોચ્યો

ABOUT THE AUTHOR

...view details