ખેડા: ખેડા જીલ્લાના નડિયાદમાં ગરીબોનું 16 હજાર કિલો અનાજ સગેવગે કરનાર સસ્તા અનાજ દુકાનદાર પ્રિયાંક પટેલ સામે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દુકાનદારનો પરવાનો રદ કરી રૂ.16.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે એક વર્ષ અગાઉ સંજય સચદેવ નામનો દુકાનદાર ગેરરીતિ કરતો હોવાનું જણાતા તેનો પરવાનો રદ કરાયો હતો. જે દુકાનનો ચાર્જ આ પ્રિયાંક પટેલને સોંપાયો હતો. ત્યારે તેણે પણ મોટી માત્રામાં અનાજનો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો.
સસ્તા અનાજની દુકાનના સંચાલકને દંડ (ETV Bharat Gujarat) લાભાર્થીને પૂરતો જથ્થો ન અપાતો હોવાની ફરિયાદો
સસ્તા અનાજ દુકાનદાર પ્રિયાંક પટેલ દ્વારા લાભાર્થીઓને યોગ્ય પ્રમાણમાં જથ્થો ન અપાતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈ મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન ગરીબ લાભાર્થીઓને વિતરિત કરવાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાંખ્યો હોવાનું બહાર આવ્યું હતું.
પરવાનો રદ કરી રૂ.16.50 લાખનો દંડ ફટકારાયો
પુરવઠા વિભાગની તપાસમાં પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો. તેમાં ગરીબોને આપવાના અનાજના જથ્થાની 16 હજાર કિલો જેટલી ઘટ મળી હતી. જે જથ્થો તેણે બરોબાર સગેવગે કરી દીધો હોવાનું જણાયું હતું. જેને લઈ તેની વિરૂદ્ધ ખાતાકીય રાહે કેસ ચલાવાયો હતો. જેમાં તેનો પરવાનો રદ્દ કરી તેને રૂ.16.50 લાખનો દંડ કરાયો છે.
પુરવઠા અધિકારી અક્ષય પારગી (ETV Bharat Gujarat) 16 હજાર કિલોની ઘટ મળી હતી: જીલ્લા પુરવઠા અધિકારી
આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2024 માં સંજય સચદેવ નામના દુકાન સંચાલકની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી. જેના અનુસંધાને જે કેસ ચાલ્યો જેમાં પરવાનો રદ કર્યો હતો. એ પરવાનો રદ થતાં એ દુકાનનો ચાર્જ પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો. તે દુકાન એ દુકાનમાં પણ ફરિયાદો મળી હતી. જે પરત્વે મામલતદાર દ્વારા ઓગષ્ટ મહિનામાં તપાસ કરાઈ હતી. આશરે 16 હજાર કિલોગ્રામની ઘટ મળી હતી. જે બાદ ખાતા રાહે કેસ ચલાવ્યો હતો. જેમાં રૂ.16.50નો દંડ કર્યો છે.
આ પણ વાંચો:
- સુરતમાં સ્કૂલના બાળકો લઈને નીકળ્યા 30 લક્ઝૂરિયસ કાર્સનો કાફલો, ફેરવેલમાં વટ પાડવા જુઓ શું કર્યું
- રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઈવ: સરકારી કચેરીમાં જાવ તો હેલ્મેટ સાથે રાખજો, ગેટ પર જ ઊભી હશે પોલીસ