ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નાવ મનોરથ ઉજવાયો, વૈષ્ણવોએ ઠાકોરજીના દર્શન કરીને અનુભવી ધન્યતા - Naav Manorath 2024 - NAAV MANORATH 2024

ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડ ખાતે રવિવારે નાવ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. Naav Manorath 2024

જુનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નાવ મનોરથ ઉજવાયો
જુનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નાવ મનોરથ ઉજવાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 7:15 AM IST

જુનાગઢમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નાવ મનોરથ ઉજવાયો (Etv Bharat Gujarat)

જુનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડ ખાતે રવિવારે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર નાવ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ નાવ મનોરથના દર્શન કરીને ઠાકોરજી પ્રત્યે તેમની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં વિવિધ મનોરથનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, ત્યારે આજના સમયે નાવ મનોરથ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

દામોદાર કૂંડ ખાતે નાવ મનોરથની ઉજવણી (Etv Bharat Gujarat)

નાવમાં બિરાજમાન ઠાકુરજીના અનોખા દર્શન: આકરી ગરમી અને વૈશાખ મહિનાના તાપની વચ્ચે પ્રત્યેક જીવ ગરમીથી અકળાઈ ઊઠે છે ત્યારે સ્વયં ઠાકોરજી નાવમાં સવાર થઈને વૈશાખ મહિનાના આકરા તાપ અને ગરમીમાંથી પ્રત્યેક વૈષ્ણવોને મુક્તિ મળે તે માટે દર્શન આપવા માટે આપતા હોય છે. નાવમાં બિરાજમાન થયેલા ઠાકોરજીના દર્શન કરીને સૌ વૈષ્ણવોએ મહિનાની આકરી ગરમી અને તાપથી મુક્તિ મેળવી હતી.

નાવમાં બિરાજમાન ઠાકુરજીના અનોખા દર્શન (Etv Bharat Gujarat)

ઠાકોરજી જળ અને સ્થળમાં આપે છે દર્શન: ઠાકોરજી જળ અને સ્થળના પ્રત્યેક જીવને કલ્યાણ થાય તે માટે બંને જગ્યા પર દર્શન આપતા હોય છે, જેટલા જીવોનો વાસ પૃથ્વી પર છે તેનાથી પણ વધારે જીવોનો વાસ જળ પર જોવા મળે છે. જે રીતે ભગવાન સ્વયંમ પૃથ્વી પરના જીવોના કલ્યાણ માટે દર્શન આપવા માટે સ્વયં નીકળતા હોય છે.

વૈષ્ણવોએ ઠાકોરજીના દર્શન કરીને અનુભવી ધન્યતા (Etv Bharat Gujarat)

તે જ રીતે જળમાં રહેતા જીવોનું કલ્યાણ થાય તે માટે પણ ઠાકોરજી જળવિહાર કરીને જળના જીવોને દર્શન આપીને તેનું કલ્યાણ કરતાં હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની આ પરંપરા અનુસાર નાવ મનોરથ નું ખુબજ ભક્તિભાવ અને ઉમંગપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

  1. કાળઝાળ ગરમી કબુતરો માટે બની કાળ, જૂનાગઢમાં હીટ સ્ટોકથી બે દિવસમાં 35 જેટલા કબૂતરો થયા બીમાર - JUNAGADH HEATWAVE BIRDS HITE STROKE
  2. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને જુનાગઢના ચિત્રકારે પેઇન્ટિંગના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ - Tribute to the painter by painting

ABOUT THE AUTHOR

...view details