ગુજરાત

gujarat

ETV Bharat / state

'3 કરોડની સોપારી', મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી 53 ટન સોપારીની દાણચોરી ઝડપી - betel nut smuggling - BETEL NUT SMUGGLING

પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવતો 53 ટન સોપારીનો જથ્થો જેની કિંમત 3 કરોડ રૂપિયા આંકવામાં આવી પસોપારીનો જથ્થો ઝડપ્યો મુન્દ્રા કસ્ટમે ઝડપી પાડ્યો છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી... betel nut smuggling

મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી 53 ટન સોપારીની દાણચોરી ઝડપી
મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી 53 ટન સોપારીની દાણચોરી ઝડપી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 10:16 AM IST

ભૂજ: કચ્છમાં મુન્દ્રા કસ્ટમે 3 કરોડની સોપારી ઝડપી પાડી છે. કાસેઝ જતા પહેલા જ SIIB શાખાને બાતમી મળી હતી જેના આધારે કામગીરી કરવામાં આવી હતી અને સોપારીનો જથ્થો ઝડપાતા DRIની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ છે તો DRIની કામગીરીમાં નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠ્યા છે. SIIBની તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો 53 ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો છે. બે મોટા 40 ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો છે, તો હજુ પણ અન્ય બે કન્ટેનર અટકાવવામાં આવ્યા હોવાથી ફરી એક મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

53 ટન વજનની 3 કરોડની સોપારી: દુબઈથી આવેલા કન્ટેનરમાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટિકના દાણાની આડમાં બે કન્ટેનર ભરેલી 53 ટન વજનની અને 3 કરોડની સોપારીના જથ્થાને કંડલા કાસેઝમાં જતાં પહેલાં જ મુંદરા પોર્ટ પર મુંદરા કસ્ટમની એસઆઇઆઈબી શાખા દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. મુન્દ્રા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી ખાનગી બાતમીના આધારે પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કરાયેલી તપાસમાં બે મોટા 40 ફૂટ સાઈઝના કન્ટેનરમાં સંપૂર્ણપણે સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.

દૂબઈથી આવ્યા બે કન્ટેન્ટર: ઉલ્લેખનીય છે કે આ કન્ટેનર દુબઈથી આવી રહ્યા હતા અને કંડલાના કાસેઝ એટલે કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરવામાં આવતું હતું અને આ કન્ટેનરમાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. માટે ફરી એકવાર કચ્છમાં સોપારીની દાણચોરી સામે આવી છે.

પ્લાસ્ટિકના દાણાના આડમાં સોપારીની દાણચોરી:મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો દર વખતે દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે જુદી જુદી તકનીકો અપનાવાય છે. આ વખતે આયાતકાર દ્વારા કન્ટેનરમાં પીવીસી રેઝિન દર્શાવાયુ હતું કારણ કે સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં પ્લાસ્ટિકના દાણા આયાત કરવામાં આવતા હોય છે. પ્લાસ્ટિકના દાણાનો જથ્થો દેખાડી તેની આડમાં સોપારી ઘૂસાડવાનો નવો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે.

હજુ બે કન્ટેનરને રોકી રાખવામાં આવ્યા: ઉલ્લેખનીય છે કે હજુ બે કન્ટેનરને રોકી રાખવામાં આવ્યા છે, ત્યારે તેની તપાસ પણ થશે જેથી વધુ ઘટસ્ફોટ થવાની હસ્ક્યતા થાય અને આ કરચોરીનો આંક વધુ ઊંચો જાય શક્યતા રહેલી છે. કસ્ટમની કામગીરી બાદ ડીઆરઆઈની કામગીરી સામેની પણ સવાલો ઉઠ્યા છે કારણ કે ડીઆરઆઈ છેલ્લાં કેટલાક સમયથી નિષ્ક્રિય છે અને તેની કોઈ કામગીરી સામે આવી નથી.તો જોવું એ રહ્યું કે બાકીના બીજા બે કન્ટેન્ટની તપાસમાં શું સામે આવે છે.

  1. Kutch Crime News: બહુચર્ચીત રુ 3.75 કરોડના સોપારી તોડકાંડમાં નાયબ પોલીસ અધિક્ષકે નોંધાવી ફરિયાદ, ફરિયાદી જ બન્યો આરોપી
  2. Kutch Dri seized Areca nut: મુન્દ્રા પોર્ટ પર DRIએ કર્યો મોટી દાણચોરીનો પર્દાફાશ, કરોડોની સોપારીનો જથ્થો કર્યો જપ્ત

ABOUT THE AUTHOR

...view details