મોરબી:મોરબીના વસંત પ્લોટમાં લોહાણા પરિવારનો સામુહિક આપઘાતની ઘટના ઘટી છે. દંપતીએ પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના રવાપર રોડ પર વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે મળીને સામુહિક આપઘાત કરી લીધો હતો જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સામુહિક આપઘાતના બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ શરૂ કરી છે.
મોરબીમાં વેપારી પરિવારે કર્યો સામુહિક આપઘાત, પોલીસને મળી સ્યુસાઈડ નોટ - Morbi Crime - MORBI CRIME
મોરબીમાં હાર્ડવેરવા વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે સામુહિક આપઘાત કરતા ચકચાર મચી છે. આ ઘટનામાં પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જાણો સમગ્ર વિગતો...
Published : Aug 6, 2024, 7:12 PM IST
પરિવાર કેમ થયો નાસીપાસ?: પ્રાપ્ત વિગતો મુજબ વસંત પ્લોટમાં રોયલ પેલેસના ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.૫૭), પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૫૫) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૧૯) એ કોઈ કારણોસર પોતાના ફ્લેટમાં સામુહિક આપઘાત કરી લીધો હતો. જે સામુહિક આપઘાતના બનાવની મૃતકના ભાઈ પંકજભાઈને જાણ થતા પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સામુહિક આપઘાતના બનાવની વધુ તપાસ ચલાવી છે. પોલીસને આ ઘટનાને પગલે તેમની અંતિમચિઠ્ઠી મળી આવી છે. પોલીસ માટે પરિવારે સામુહિક આપઘાત કેમ કર્યો છે તે હાલ તપાસનો વિષય બન્યો છે.
પુત્રને ફાંસો આપી માતા-પિતાએ કર્યો આપઘાતઃમૃતક વેપારી હરેશભાઈની નગર દરવાજા પાસે હાર્ડવેરની દુકાન હોવાનું જાણવા મળ્યું છે અને પુત્ર હર્ષ સીએનો અભ્યાસ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. જોકે પરિવારે સામુહિક રીતે મોત વ્હાલુ કેમ કર્યું છે તે અંગેની માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેમની અંતિમચિઠ્ઠીમાં આ અંગેે અન્ય કોઈ જવાબદાર નથી તેવું પણ લખેલ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે. તો સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પરિવારના સભ્યોએ પોતાના ફ્લેટમાં અલગ અલગ સ્થળે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દંપતીએ પ્રથમ પુત્રને ગળેફાંસો આપ્યા બાદ પતિ અને પત્નીએ પણ ઘરમાં અલગ અલગ થઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. મૃતકોએ હોલમાં, બેડરૂમમાં અને રસોડામાં આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસે બનાવ મામલે વધુ તપાસ કરી છે.