બનાસકાંઠા:આજ રોજ શનિવારના 11:00 વાગે વાવ શહેરમાં આવેલ લોકનિકેતન હોસ્ટેલ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુત સહિત કોંગ્રેસનું મહુડી મંડળ હાજર રહ્યું હતું. લોક સંસ્કૃતિની ઢબે સાંસદ માથા પર પિત્તળનો ગોળોભરી માતર લઈ આવ્યા હતા અને લોકો વચ્ચે માતર ખવડાવવાની ઢબે લોકોનો આભાર માન્યો હતો. જોકે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાય તેની પહેલા 1000 ઉપરાંત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગેનીબેન ઠાકોર દ્વારા ગાય માતાની પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ તથા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઈ ખરાડી તથા કોંગ્રેસનું મૌડી મંડળ હાજર રહ્યું હતુ. લોક સંસ્કૃતિની ઢબે વાવ વિધાન સભા બાદ લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેન ઠાકોર દીકરી બની મત માગ્યાં હતા. મામેરા રૂપી મત માગી વિધાનસભા જીત્યા બાદ લોકસભા જીત્યા હતા, ત્યારે વાવ સૂઇગામ અને ભાભરની જનતાનો આભાર વ્યક્ત કરવા સત્કાર સમારંભ યોજ્યો હતો.