જુનાગઢ: અંતે જુનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકામાં આજે મેઘરાજાએ પધરામણી કરી છે. સૌથી વધુ મેંદરડા તાલુકામાં ત્રણ ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે, તો વિસાવદરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થાય પ્રસરી ગઈ છે. ચાતક નજરે વરસાદની રાહ જોતા ધરતી પુત્રોમાં પણ એક નવી આશાનો સંચાર થયો છે.
જુનાગઢમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં નવી આશાનો સંચાર - JUNAGADH RAIN - JUNAGADH RAIN
પાછલા પંદર દિવસથી અસહ્ય ઉકાટ બાદ આજે જુનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે.
Published : Jun 23, 2024, 9:13 PM IST
અંતે એ જૂનાગઢમાં મેઘરાજાની પધરામણી: પાછલા પંદર દિવસથી અસહ્ય ઉકાટ બાદ, આજે જુનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પાછલા 15 દિવસથી અસહ્ય ગરમી અને ભારે બફારાની વચ્ચે આજે બપોરના ત્રણ વાગ્યે બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો અને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાને બાદ કરતા મોટાભાગના તાલુકાઓમાં થોડે ઘણે અંશે વરસાદ નોંધાયો છે. નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ જુનાગઢ વિસાવદર વંથલી અને મેંદરડા તાલુકામાં નોંધાયો છે.
વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી: વરસાદ પડતા ધરતી પુત્રોમાં એક નવી આશા નો સંચાર થતો જોવા મળી રહ્યો છે. પાછલા 15 દિવસથી ખૂબ જ ચાતક નજરે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો આજના વરસાદથી ખુશ થઈ રહ્યા છે. આવનારા 24 કલાક બાદ મોટાભાગના તાલુકાઓમાં ચોમાસાની વાવણી કાર્યનો પણ ખેડૂતો શુભ આરંભ કરશે. આજે જૂનાગઢના વંથલી તાલુકામાં પોણા ત્રણ ઈચ જુનાગઢ શહેર અને ગ્રામ્ય માં બે ઇંચ વિસાવદર તાલુકામાં પોણા બે ઇંચ અને મેંદરડા તાલુકામાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના અન્ય તાલુકામાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે. ચોમાસાનો આ પહેલો વરસાદ પડતા જ સૌ કોઈ આનંદથી જુમિ ઊઠ્યા હતા.