ભૂજ:આશો નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે કચ્છ દેશની ધણિયાણીમાં આશાપુરાનાં મઢ માતાના મઢ ખાતે પગપાળા ચાલીને જતા બૃહદ્ કચ્છ તેમજ દેશભરના જુદા જુદા રાજ્યોના ભાવિકો પ્રસ્થાન કરી ચૂકયા છે.
તો બીજીબાજુ લાખો પદયાત્રીઓના આવનારા સમુહની સેવા માટે વિવિધ સેવાભાવીઓ અને સંસ્થાઓ દ્વારા સેવાના કેમ્પો પણ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે રવિવારના રોજ માતાના મઢ ખાતે 50 હજારથી પણ વધુ ભાવિકોએ માં આશાપુરાના મઢ ખાતે શીશ નમાવ્યું હતું.
માતાના મઢના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર (Etv Bharat Gujarat) 200થી પણ વધારે સેવા કેમ્પો કાર્યરત: કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગ સુધી પરંપરાગત રીતે 200થી પણ વધારે સેવા કેમ્પો કાર્યરત થઈ ગયા છે. દર વર્ષે આસોનાં નોરતાં દરમિયાન કચ્છની કુળદેવીનાં સ્થાનક માતાના મઢ ખાતે અંદાજીત 10 લાખ જેટલા ભાવિકો મા આશાપુરાના દર્શનાર્થે આવતા હોય છે.
માતાના મઢ ખાતે ઉમટતો પગપાળા ભાવિકોનો પ્રવાહ (Etv Bharat Gujarat) કચ્છના જાહેર માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલી રહેલો જોવા મળી રહ્યો છે. પદયાત્રીઓ માટેના સેવા કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની જુદી જુદી રીતે સેવા આસ્થાથી કરી રહ્યા છે. તો રસ્તામાં પણ ઠેર ઠેર `ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ' સહિતના ગીતો, તેમજ વિવિધ માતાજીના ભજનો અને ગરબાઓ સેવા કેમ્પો અને રસ્તામાં જતા પદયાત્રીઓ પણ વગાડી રહ્યા છે
પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ (Etv Bharat Gujarat) નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા દિનપ્રતિદિન વધી રહ્યો છે અને લાખો પદયાત્રીઓ ભુજથી માતાનામઢ તરફ આગળ વધી રહ્યા છે કચ્છનાં પ્રવેશ દ્વારા સામખીયાળીથી લઈને માતાનામઢ સુધી પદયાત્રીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે
એ હાલો મઢવાળી માતાના દર્શને.. (Etv Bharat Gujarat) પદયાત્રીઓ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા: માતાના મઢ ખાતે સ્વયભું પ્રગટેલા આશાપુરા માતાજીનો મહિમા અપરંપાર છે, માતાના મઢ દર્શન કરવા આવતા દર્શનાર્થી અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા હોય છે. માઈ ભકતો પગપાળા સંધ સાથે માતાનામઢ તરફ આગળ વધી રહ્યા છે.
ભાવિકો માટે ધમધમતા અન્નક્ષેત્રો (Etv Bharat Gujarat) તો માતાના મઢ જતા પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તો માટે ભોજન અને રહેવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે કેમ્પમાં મેડિકલ સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પદયાત્રીઓની સેવા કરતા સેવાકર્મીઓ (Etv Bharat Gujarat) નવરાત્રી દરમિયાન દર્શનનો સમય:દેશ-વિદેશમાંથી આવતા પદયાત્રીઓનો તેમજ દર્શનાર્થીઓને આવકારવા માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે તો નવરાત્રી દરમિયાન માતાજીનું મંદિર સવારના 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા માતાનામઢથી એક કિલ્લો મીટર પહેલા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પદયાત્રીઓ માટે વિવિધ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ઠેર-ઠેર રસ્તા પર ભોજન અને નાસ્તાની સુવિધા (Etv Bharat Gujarat) માતાના મઢમાં 100 જેટલી બસોની ફાળવણી:બીજી બાજુ વહિવટી તંત્ર દ્વારા માતાના મઢના માર્ગે વાહનોના નિયમન માટે ખાસ જાહેરનામું પણ બહાર પડ્યું છે. તો કેમ્પના આયોજકોને રસ્તાની ડાબી બાજુએ એક જ દિશામાં કેમ્પો લગાડવા માટે સુચના આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર માર્ગ ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ભાવિકો માટે સેવા કેમ્પો ધમધમ્યા (Etv Bharat Gujarat) રાત્રિના સમયે સુરક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી એવી યાત્રીઓના થેલા ઉપર રેડિયમ પટ્ટી પણ લગાડવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.તો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમ દ્વારા પણ માતાના મઢ ખાતે ખાસ કન્ટ્રોલ પોઇન્ટ ઉભો કરી વિવિધ વિસ્તારોને જોડતી 100 જેટલી બસની ફાળવણી કરવામાં આવી હોવાનું એસટી નિયામક વાય.કે.પટેલે જણાવ્યું હતું.
- નવરાત્રી દરમિયાન કચ્છ માતાના મઢના દર્શને ઉમટે છે ભાવિકો, જાણો મંદિરનો ઈતિહાસ... - Ma Ashapura Temple
- કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દૂર રાખો, તિરૂપતિ પ્રસાદ મામલે સુનાવણી કરતી સુપ્રીમકોર્ટ લાલઘૂમ - SC HEARING ON TIRUPATI LADDUS