મોરબીઃ આજે એકસાથે મોરબી, વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના 3 બનાવ બન્યા છે. જેમાં બાળક સહીત 3ના મૃત્યુની માહિતી સામે આવી છે. સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા 49 વર્ષીય આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી છે. જયારે વાંકાનેરમાં યુવાને ઝેરી દવા પી લેતા મોત થયું હતું. ટંકારામાં બાળકને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું.
આધેડનો આપધાતઃપ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ૨ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરમાં યુવાને ઝેરી દવા પીધીઃબીજા બનાવમાં વાંકાનેરના વિશીપરાના રહેવાસી રાજસિંહ રણજીતસિંહ પઢીયાર (ઉ.વ.36) નામના યુવાન ગત તા. 30 જૂનના સાંજના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વાંકાનેર સીટી પોઈલ્સે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી, વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના 3 બનાવ, બાળક સહીત 3ના મૃત્યુ - Morbi News - MORBI NEWS
આજે એકસાથે મોરબી, વાંકાનેર અને ટંકારામાં અપમૃત્યુના 3 બનાવ બન્યા છે. જેમાં બાળક સહીત 3ના મૃત્યુની માહિતી સામે આવી છે. સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા 49 વર્ષીય આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી છે. Morbi News Vankaner Tankara Two Committed Suicide 1 Child Died
Published : Jul 1, 2024, 6:18 PM IST
ટંકારામાં બાળકનું મૃત્યુઃ જયારે 3જા બનાવમાં ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે ઝુપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા આદિવાસીના 7 વર્ષના પુત્ર આશીફને પોતાના ઘરે સવારે 6 વાગ્યા આસપાસ જાગતા કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. જેથી મોરબી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ વધુ સારવાર માટે બાળકને રાજકોટ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ એસ બી સીદીકી ચલાવી રહ્યા છે.