મોરબી:મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. આ વચ્ચે માળિયામાં આજે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના બની હતી. ફિલ્મે સ્ટાઈલમાં બે જૂથો વચ્ચે ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત થઈ ગયું છે, જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે જૂથનું સામ-સામે ફાયરિંગ
માળિયાના વાગડીયા ઝાંપે બે જૂથ સામસામે આવી ગયા હતા. ઇલ્યાસ જેડા અને ફારૂક જામના જૂથ સામસામે આવી ગયા હતા, જેને દેશી તમંચા અને પિસ્તોલ જેવા હથિયાર વડે આડેધડ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગની ઘટનામાં હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા એમ ત્રણને, જયારે સામેના જુથમાં બે વ્યક્તિના ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્તો પૈકી સારવાર પૂર્વે જ હૈદર જેડા નામના યુવાનનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. તો બંને જૂથના કુલ ચાર વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.